પ્રહાર/ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનું 49 દિવસ બાદ ટ્વીટ,પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો

પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી છેલ્લા અઢી મહિનાની પરિસ્થિતી પર નજર કરીએ તો જીડીપીમાં 30 ટકાનો અંદાજિત ઘટાડો થયો છે. જ્યારે  ગરીબીનું સ્તર 90% થયુ છે

Top Stories
્્્્્્્્્ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહનું 49 દિવસ બાદ ટ્વીટ,પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો

અમરૂલ્લાહ સાલેહ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તાલિબાનોએ કાબુલ પર કબજો કર્યો ત્યારથી તે પંજશીર ઘાટીમાં હતા. પરંતુ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, તે હાલમાં તાજિકિસ્તાનમાં રહે છે. 49 દિવસ બાદ સાલેહે ટ્વિટર પર ત્રણ ટ્વિટ કર્યા છે અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.

તેમણે ટ્વીટ કર્યું છે કે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી છેલ્લા અઢી મહિનાની પરિસ્થિતી પર નજર કરીએ તો જીડીપીમાં 30 ટકાનો અંદાજિત ઘટાડો થયો છે. જ્યારે  ગરીબીનું સ્તર 90% થયુ છે. શરિયતના નામે મહિલાઓની ઘરેલુ ગુલામી, સિવિલ સેવા બંધ થઇ, પ્રેસ/મીડિયા/અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવામાં આવી શહેરી મધ્યમ વર્ગ ત્યાંથી નિકળી ગયો, બેંકો પણ ઠપ્પ થઇ ગઇ છે.

અમરૂલ્લાહ સાલેહે વધુમાં કહ્યું છે કે અફઘાનિસ્તાનની મુત્સદ્દીગીરી દોહામાં ખસેડવામાં આવી હતી. અફઘાનિસ્તાનના વિદેશ અને સુરક્ષા સંબંધિત નિર્ણયો હવે રાવલપિંડીથી લેવામાં આવી રહ્યા છે. તાલિબાન કરતાં વધુ શક્તિશાળી એનજીઓ છે. પાકિસ્તાની સેના અને હક્કાની ગ્રુપ આતંકવાદીઓને તાલીમ આપવામાં વ્યસ્ત છે.

અમરૂલ્લાહ સાલેહે પાકિસ્તાનને ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે અફઘાનિસ્તાન બહુ મોટું છે જેને પાકિસ્તાન ગળી શકતું નથી. તે સમયની વાત છે. અમે તમામ બાબતોમાં પ્રતિકાર કરીશું જેથી અમે પાકિસ્તાની સરમુખત્યારથી અમારા સન્માનનો બચાવ કરી શકીએ. તે સમયની વાત છે પરંતુ આમે અફઘાનિસ્તાનનો ઉદય ચોક્કસ જોઈશું.