NEET PG RESULT/ NEET PG 2023નું પરિણામ જાહેર,આ વેબસાઇટ પર રિઝલ્ટ જોઇ શકાશે

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ મંગળવારે સત્તાવાર સાઇટ પર NEET PG 2023 નું પરિણામ જાહેર કર્યું

Top Stories India
4 NEET PG 2023નું પરિણામ જાહેર,આ વેબસાઇટ પર રિઝલ્ટ જોઇ શકાશે

NEET result:  વિદ્યાર્થીઓની લાંબી રાહનો અંત લાવી, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ મંગળવારે સત્તાવાર સાઇટ પર NEET PG 2023 નું પરિણામ જાહેર કર્યું. NEET PG 2023 પ્રવેશ પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો NBEMS ની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર સક્રિય લિંક અથવા નીચેની સીધી લિંક પરથી તેમનું પરિણામ જોઈ શકે છે અને NEET PG પરિણામ 2023માં તેમનો રોલ નંબર ચેક કરી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (NEET PG 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ વર્ષે, લગભગ 2.9 લાખ વિદ્યાર્થીઓએ NEET PG પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી હતી. NEET-PG 2023 2023-24 પ્રવેશ સત્ર માટે MD/MS/DNB/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 5 માર્ચ, 2023 ના રોજ હાથ ધરવામાં આવ્યો હતો.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વિટર પર આની જાહેરાત કરી અને કહ્યું, “NEET-PG 2023નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું

પરિણામોમાં લાયક (NEET PG 2023) જાહેર થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન.” કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, NBEMS એ ફરીથી સફળતાપૂર્વક NEET-PG પરીક્ષા યોજીને અને રેકોર્ડ સમયમાં પરિણામ જાહેર કરીને એક મહાન કાર્ય કર્યું છે. હું તેમના પ્રયત્નોની પ્રશંસા કરું છું!

Reels/મેટ્રોમાં રિલ્સ બનાવવી પડી ભારે, DMRC એ આપી ચેતવણી

Phone Security Rules/હવે સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ એપ્સનો બગ નહીં મળે, સરકાર ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે આ નિયમ

Pollution/ભારત વિશ્વનો આઠમો સૌથી પ્રદૂષિત દેશ, કારણ શું?

Pakistan/‘જો હું જેલમાં જાઉં અથવા તો તેઓ મને મારી નાખે તો…’, ઈમરાન ખાને હંગામા વચ્ચે જારી કર્યો સંદેશ

Phone Security Rules/હવે સ્માર્ટફોનમાં પ્રી-ઇન્સ્ટોલ એપ્સનો બગ નહીં મળે, સરકાર ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે આ નિયમ