Not Set/ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ બીજી વખત પુત્રનો પિતા બન્યો…

ઈરફાને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરની પત્ની સફા બેગે 28 ડિસેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો.

Sports
Untitled 84 ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ બીજી વખત પુત્રનો પિતા બન્યો...

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ બીજી વખત પિતા બન્યો છે. ઈરફાને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલરની પત્ની સફા બેગે 28 ડિસેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. ઈરફાને તેના પુત્રનું નામ સુલેમાન ખાન રાખ્યું છે.

ભારત માટે 29 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ઈરફાને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર પોતાના પુત્ર સાથે પોતાની એક તસવીર શેર કરતા લખ્યું, ‘સફા અને હું અમારા પુત્ર સુલેમાન ખાનનું સ્વાગત કરું છું. માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.

Instagram will load in the frontend.

ટેસ્ટ ક્રિકેટમાં ઇરફાન પઠાણે 31.57ની એવરેજથી 1105 રન બનાવ્યા છે, તો વનડેમાં તેના નામે 1544 રન નોંધાયેલા છે. આ સિવાય ટી20 ક્રિકેટમાં પઠાણના નામે 172 રન છે. વર્ષ 2007માં જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમવાર ટી20 વિશ્વકપમાં ચેમ્પિયન બની ત્યારે પઠાણ તે ટીમનો સફ્ય હતો. તો પઠાણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી ઈનિંગની પ્રથમ ઓવરમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર પણ છે.

ઇરફાન પઠાણને 2016માં પુત્ર રત્ન મળ્યો હતો ઈરફાનના પહેલા પુત્રનું નામ ઈમરાન ખાન પઠાણ છે. ઈરફાન પોતાના મોટા પુત્ર ઈમરાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. ઈરફાન અને સફા બેગના લગ્ન 4 ફેબ્રુઆરી 2016ના રોજ મક્કામાં થયા હતા.

ઈરફાન પઠાણે ગયા વર્ષે (2020) ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જ્યારે ઈરફાન 19 વર્ષનો હતો ત્યારે તેણે 2003માં ઓસ્ટ્રેલિયા સામે ભારત માટે પ્રથમ મેચ રમી હતી. તેણે તેની છેલ્લી મેચ 2012 વર્લ્ડ T20માં શ્રીલંકા સામે રમી હતી.