મહારાષ્ટ્ર/ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો જૂનો વીડિયો વાયરલ,’મેં સમુદ્ર હું,લોટકર વાપસ આઉંગા’

ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ વર્ષ 2019માં સાથે મળીને ચૂંટણી લડી હતી અને પરિણામ આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર બનશે

Top Stories India
6 44 પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો જૂનો વીડિયો વાયરલ,'મેં સમુદ્ર હું,લોટકર વાપસ આઉંગા'

ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાએ વર્ષ 2019માં સાથે મળીને ચૂંટણી લડી હતી અને પરિણામ આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર બનશે. આ પછી ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની તૈયારીઓ પણ તેજ થઈ ગઈ હતી. પરંતુ મુખ્યપ્રધાન પદના ઉમેદવારને લઈને બંને પક્ષો વચ્ચે જંગ જામ્યો હતો. શિવસેના ઈચ્છતી હતી કે તેની પાર્ટીમાંથી કોઈ નેતા મુખ્યમંત્રી બને પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરી રહી હતી. એ પછી જે થયું તે થવાનું હતું. બંને પક્ષો વચ્ચે મતભેદો એટલા વધી ગયા કે રાજ્યમાં ત્રીજા અને ચોથા ક્રમે રહેલા NCP અને કોંગ્રેસે શિવસેનાને ટેકો આપીને સરકાર બનાવી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવ્યા. આ પછી મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કાવ્યાત્મક શૈલી જોવા મળી હતી. તેમણે વિપક્ષને ખાસ રીતે ટોણો માર્યો હતો.હવે ફરી મહારાષ્ટ્ર સમીકરણ બદલાતા હવે ભાજપની સરકાર બનવા જઇ રહી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રીનો જૂનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

ફડણવીસે તે સમયે કહ્યું હતું કે, મેરા પાણી ઉતર કે દેખ મેરે કિનારે પર ઘર મત બસા લેના મે સમુદ્ર હું લોટકર વાપસ  આઉગા.’ ઉલ્લેખનીય છે  કે જે દિવસે ફડણવીસે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તે દિવસે તેમની પત્ની અમૃતા ફડણવીસે પણ સિંહ દ્વારા પરત ફરવાની વાત કરી હતી.