મહેસાણા/ ચીફ ઓફિસરે સફાઈ કામદારોની ભૂતિયા હાજરી પૂરી રૂપિયા ખિસ્સામાં ઉતાર્યા હતા : વિરોધ પક્ષ

મહેસાણા નગરલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સામે વિરોધ પક્ષ દ્વારા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ કરવા આવી છે. આ અંગે ACBમાં લેખિત અરજી કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
dron 1 3 ચીફ ઓફિસરે સફાઈ કામદારોની ભૂતિયા હાજરી પૂરી રૂપિયા ખિસ્સામાં ઉતાર્યા હતા : વિરોધ પક્ષ

મહેસાણા નગરલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સામે વિરોધ પક્ષ દ્વારા કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ કરવા આવી છે. આ અંગે ACBમાં લેખિત અરજી કરવામાં આવી છે. અત્રે નોધનીય છે કે અલ્પેશ પટેલ અગાઉ ઊંઝા નગરપાલિકામાં ફરજ બજાવતા હતા. અને તે દરમિયાન આ કૌભાંડ હાથ ધરાયું હતું.

અલ્પેશ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેમણે આઉટસોર્સિંગ એજન્સી સાથે મળી આ કૌભાંડ હાથ ધાર્યું હતું.જેમાં સફાઈ કામદારોની ભૂતિયા હાજરી પપુરવામાં આવી હતી. અને પૂરા 16 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો હતો.

લેખિત અરજીમાં નગરપાલિકામાંથી ઓક્ટોમ્બર, નવેમ્બર, ડિસેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 ના 4 માસના બિલ ચૂકવણીનો રેકોર્ડ ગાયબ હોવાનું જણાવવામાં આવ્યું છે. પાલિકામાં કર્મચારીઓના EPF, GST, વીમા સહિતના ચલણનો રેકોર્ડ પણ ગાયબ છે. કૌભાંડ આચરનાર જવાબદારો સામે ફરિયાદ નોંધાવી તમામ વિરોધ પક્ષના સભ્યોએ લેખિત અરજી આપી છે. ચીફ ઓફિસર બદલાતા જ બિલ ઘટીને 4.62 લાખથી 1.06 લાખ થઈ ગયું. 4 માસ સુધી 3 લાખ કરતા વધુ રકમ ચૂકવાઈ હતી.