અમદાવાદ/ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે દેશનું પ્રથમ રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન

દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત થઈ છે, ત્યારે આ પ્રસંગે નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીપુરી ખાધી હતી.

Ahmedabad Gujarat
રોબોટિક કાફેનું
  • રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન
  • સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું કાફે
  • નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન
  • ત્રણ અલગ અલગ પ્રકારના રોબોટ
  • 1 હજાર આઉટલેટ શરૂ કરવાનું એન્જિ.નું લક્ષ્યાંક
  • પ્રોજેકટ પાછળ 100 જેટલા એન્જી. કાર્યરત

દેશનું પ્રથમ રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ રોબોટિક કાફે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું છે. પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ કાફે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત થઈ છે, ત્યારે આ પ્રસંગે નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીપુરી ખાધી હતી.ફાફેમાં ત્રણ અલગ અલગ પ્રકારના રોબોટ મુકાયા છે. એક રોબોટ સેન્ડવીચ સમોસા જેવા ફાસ્ટફૂડ સર્વ કરશે. તો બીજો રોબોટ ચા કોફી સર્વ કરશે અને ત્રીજો રોબોટ ગ્રાહકો સાથે વાતચીત કરી શકાશે 1 હજાર આઉટલેટ શરૂ કરવાનું એન્જિનનું લક્ષ્યાંક છે. આ પ્રોજેકટ પાછળ 100 જેટલા એન્જીનો કાર્ય કરે છે.

આ પણ વાંચો :ડોર ટુ ડોરની ગાડીએ બાળકને લીધો અડફેટે, ઘટના સ્થળે જ માસૂમનું કમકમાટી ભર્યું મોત

આ દરમિયાન  સુરતમાં યુવતીના હત્યા મુદ્દે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, આવા બનાવ ચિંતાનજક છે. જેમાં સુરતનો બનાવ ખુબ જ ધૃણાસ્પદ છે. સુરતની ઘટના માટે રાજ્યનું ગૃહવિભાગ કડક કાર્યવાહી કરીને આગળની કામ કરાવશે. કિસાન ભરવાડ કેસની જેમ ઝડપી કામ થશે. સરકાર, કાયદો અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.

યુક્રેન મહાસંકટ મામલે પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, યુક્રેમાં આપણા ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેથી વિદેશ વિભાગ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે સંકટમાં છે. ત્યાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થીઓને પરત લાવવાનો એક્શન પ્લાન તૈયાર છે. કોઈના પર જોખમ ના રહે એ માટે કામ કરી રહ્યા છીએ.

અમદાવાદ ના  વસ્ત્રાપુર લેક પાસે રોબોટ કેફે બનાવવામાં આવ્યું છે  જે  રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જેમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે. કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને કોઈનના ઉપયોગથી પફ, સમોસાં, ભેલ, પાણીપૂરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે.

આ પણ વાંચો :જુઓ પોરબંદરના દરિયામાં કરતબો કરતી ડોલ્ફિનનો અદ્ભુત વીડિયો

આ પણ વાંચો :ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત, ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ

આ પણ વાંચો : સુરતમાં આજે નીકળશે ગ્રીષ્મા વેકરિયા અંતિમયાત્રા, આફ્રિકાથી પરત આવેલા પિતાની છે આવી

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં કાયદાની જાળમાં ફસાયેલા કચ્છના ઊંટપાલકોના 58 ઊંટને અંતે મળી મુક્તિ