Viral Video/ પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ગાયું ‘માનિકે માગે હિતે’નું હિન્દી વર્ઝન

માનિકે માગે હિતે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણું ટ્રેન્ડિંગ રહ્યું છે. યૂટ્યૂબ પર આ સોંગને 160 મિલિયનથી વધારે વાર લોકોએ જોયું છે.

Videos
માનિકે માગે હિતે

મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અમૃતા માનિકે માગે હિતે ગીત ગાતી જોવા મળી રહી છે. સિંગર યોહાની દિલોકા ડી સિલ્વાએ આ ગીત ગાયું છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઘણી ભાષાઓમાં લોકો આ ગીત ગાય રહ્યા છે.

આ પણ વાંચો :બાળકનું થઈ રહ્યું હતું મુંડન, જોઈને રડવા લાગી માતા, જુઓ આ ક્યૂટ વીડિયો

આ વીડિયો અમૃતા ફડણવીસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો અને ત્યારથી તે વાયરલ થઈ રહ્યો છે. તેઓ એક બેંકર, ગાયક અને સામાજિક કાર્યકર્તા છે. વીડિયોમાં તે ટ્રેન્ડિંગ ગીતને ટ્વિસ્ટ આપતી જોવા મળી રહી છે. અમૃતા ફડણવીસે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અત્યારે રાજકારણ ગરમાયું છે ત્યારે મારું આ કૂલ સોંગ અહીં ઠંડક પ્રસરાવશે.

આપને જણાવી દઈએ કે અમૃતા અને નવાબ મલિક વચ્ચે શાબ્દિક ટપાટપી ચાલુ જ છે. કેટલાક દિવસો પહેલા મલિકે એક ડ્રગ પેડલર સાથે તેની તસવીર શેર કરી એક સોન્ગ તેમના દ્વારા ફાઇનેંસ કરવાનો આક્ષેપ મુક્યો હતો. નદીની થીમ પર બનેલા આ સોન્ગમાં પૂર્વ CM દેવેંદ્ર ફડણવીસ પણ નજરે પડી રહ્યા હતા.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :વાન ઉપર ચડીને ચાર મિત્રોએ કર્યો છૈયા છૈયા સોંગ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

માનિકે માગે હિતે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણું ટ્રેન્ડિંગ રહ્યું છે. યૂટ્યૂબ પર આ સોંગને 160 મિલિયનથી વધારે વાર લોકોએ જોયું છે. આ સોન્ગના મ્યૂઝિક અને બીટ્સે બધાનું મન મોહી લીધું છે. આ સોન્ગને હિંદી, તમિલ, મલયાલમ, બાંગ્લા અને અન્ય ભાષાઓમાં રીક્રિએટ કરાયું છે.

અમૃતા ફડણવીસ એક ગાયિકા પણ છે. તેના ઘણા આલ્બમ ફેમસ થઈ ચૂક્યા છે. બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચન સાથે તેનું સોન્ગ ‘ફિર સે’ લોકો વચ્ચે ઘણું પોપ્યુલર થયું હતું. આની સાથે તેના સોન્ગ ‘ટિલા જગદયા’એ માત્ર 2 દિવસમાં લાખો વ્યૂઝ ક્રોસ કરી લીધા હતા. તેણે ગણેશોત્સવ દરમિયાન ગણેશ વંદન પણ ગાયું છે.

આ પણ વાંચો : અરે યાર… મોલ કેવી રીતે જઈશું,વરસાદ જોઈને નાની બાળકી થઈ ગુસ્સે, જુઓ ક્યૂટ વીડિયો

મનિકે માગે હિતે એ સતીશન રથાનાયકનું શ્રીલંકન સિંહલ ભાષાનું ગીત છે. આ ગીત યોહાનીએ ગાયું છે. આ વીડિયો 22 મે 2021ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો. ડુલન આર્ક્સ દ્વારા લખાયેલ. આ ગીતને યુટ્યુબ પર 3 મહિનામાં 150 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ ગીત દક્ષિણ એશિયામાં સૌથી વધુ જોવામાં આવ્યું હતું. આ ગીત ચમથ સંગીત દ્વારા જુલાઈ 2020 માં શ્રીલંકામાં COVID-19 લોકડાઉન દરમિયાન રચવામાં આવ્યું હતું. શ્રીલંકાના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 22 મે 2021ના રોજ YouTube પર અપલોડ કરવામાં આવ્યું.

આ પણ વાંચો :વિદેશી યુવતીએ અનોખા અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા, જુઓ વીડિયો

આ પણ વાંચો :માનિકે માગે હિતે સોંગના અરબી વર્ઝનએ મચાવી ધૂમ, ઈન્ટરનેટ પર છવાયો આ સુંદર વીડિયો