Not Set/ કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, J&K માં કલમ 370 હટાવવાને ગેરબંધારણીય બતાવ્યુ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હવે હટાવી દેવા મંજૂરી આપી દેવામાં આવી છે અને આ વિષય પર લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભામાં કોંગ્રેસ વતી ગુલમનબી આઝાદે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ગૃહની બહાર કોંગ્રેસનાં નેતાઓનાં આ નિર્ણય પર મત અલગ-અલગ સંભળાયા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે, કલમ 370 અંગેનો સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. […]

India

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હવે હટાવી દેવા મંજૂરી આપી દેવામાં આવી છે અને આ વિષય પર લોકસભામાં ચર્ચા ચાલી રહી છે. રાજ્યસભામાં કોંગ્રેસ વતી ગુલમનબી આઝાદે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ગૃહની બહાર કોંગ્રેસનાં નેતાઓનાં આ નિર્ણય પર મત અલગ-અલગ સંભળાયા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે, કલમ 370 અંગેનો સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. પરંતુ તેમણે એક ટ્વીટ દ્વારા રાહુલ ગાંધીનો શું વિચાર છે તે ટ્વીટ મારફતે રજૂ કર્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે જમ્મુ-કાશ્મીરની એકતરફી વહેંચણી કરીને રાષ્ટ્રીય એકતા પ્રાપ્ત ન કરી શકો. એટલું જ નહીં, તમે નેતાઓને જેલનાં સળિયા પાછળ મૂકીને બંધારણની અવગણના કરી રહ્યા છો. આ દેશ લોકોથી બનેલો છે, જમીનનાં ટુકડાઓથી નહીં. જે રીતે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે રાષ્ટ્રની સુરક્ષા માટે જીવલેણ છે.

હવે સવાલ એ છે કે કોંગ્રેસ આ વિષય પર ખરેખર શું વિચારે છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા જનાર્દન દ્વિવેદી જ કોંગ્રેસ પાર્ટીથી જુદુ વલણ ધરાવે છે, તેટલુ જ નહી યુપીમાં રાયબરેલીમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અદિતિ સિંહનું વલણ પણ અલગ છે. અદિતિ સિંહે કહ્યું કે, તે આર્ટિકલ 370 ને સંપૂર્ણપણે રદ કરવાની તરફેણમાં છે. તેનાથી જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્ય ધારામાં જોડાવા માટે મદદ મળશે. આ એક ઐતિહાસિક નિર્ણય છે. મને લાગે છે કે આ વિષય પર રાજકારણને કોઈ અવકાશ નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીની અંદર જ આ મુદ્દાને લઇને બે વિચાર ચાલી રહ્યા છે. જેને જોતા કોંગ્રેસ માટે આવનારો સમય હજુ વધુ દુખ દાઇ બની શકે તેવી સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.