Cricket/ પૂર્વ ક્રિકેટર કપિલ દેવે લીધી કોરોના વેક્સીનની પ્રથમ ડોઝ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન કપિલ દેવે કોરોનાની રસી લગાવાઈ છે. તેઓ કોરોના રસી લગાડવા માટે દિલ્હીનાં ઓખલા ખાતે આવેલી ફોર્ટિસ હોસ્પિટલમાં ગયા હતા. અહીં ડોકટરોએ કપિલ દેવને કોરોનાની રસી લગાવી હતી.

Sports
Mantavya 46 પૂર્વ ક્રિકેટર કપિલ દેવે લીધી કોરોના વેક્સીનની પ્રથમ ડોઝ

ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન કપિલ દેવે કોરોનાની રસી લગાવાઈ છે. તેઓ કોરોના રસી લગાડવા માટે દિલ્હીનાં ઓખલા ખાતે આવેલી ફોર્ટિસ હોસ્પિટલમાં ગયા હતા. અહીં ડોકટરોએ કપિલ દેવને કોરોનાની રસી લગાવી હતી.

Rajasthan / એક શાળા લોકાર્પણ પ્રસંગે મહેન્દ્રસિંહ ધોનીએ આપી હાજરી, જુઓ વીડિયો

આ તસવીરો પણ સામે આવી છે, જેમા કપિલ દેવ કોરોના રસી લાગાવતા જોવા મળે છે. કપિલ દેવ સંભવત: પહેલા વેટરન ક્રિકેટર છે જેમને કોરોનાની રસી આપવામા આવી છે. કપિલ દેવે હમણાં જ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે. થોડા દિવસો પછી, તે કોરોના રસીનો બીજો ડોઝ લેશે. આપને જણાવી દઇએ કે, કપિલ દેવનાં ખાતામાં કુલ 9031 આંતરરાષ્ટ્રીય રન, 687 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તેમણે 131 ટેસ્ટમાં 5248 રન બનાવ્યા છે અને 434 વિકેટ લીધી છે. કપિલ દેવે વન ડેમાં 253 વિકેટ ઝડપી હતી અને 3783 રન બનાવ્યા હતા. કપિલે તેની છેલ્લી ટેસ્ટ ન્યૂઝીલેન્ડ સામે માર્ચ 1994 માં હેમિલ્ટનમાં રમી હતી જ્યારે તેની છેલ્લી વનડે ઓક્ટોબર 1978 માં ફરીદાબાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી.

Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં અશ્વિન તોડી શકે છે મોટો રેકોર્ડ, જાણો કયો?

આપને જણાવી દઇએ કે, 1 માર્ચથી, દેશમાં કોરોના રસીનો બીજો તબક્કો પ્રારંભ થયો છે. આ તબક્કામાં, 45 વર્ષથી વધુ અને 60 વર્ષથી વધુ ઉંમરનાં કોઈપણ રોગથી પીડાતા લોકોને કોરોના રસી મળી રહી છે. તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના રસી લગાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ