Cricket/ અશ્વિનનો મોટો ખુલાસો- મને લાગ્યું કે હવે મારી ટેસ્ટ કારકિર્દી ખતમ

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનેલા ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ખુલાસો કર્યો છે કે કોરોના મહામારીનાં કારણે સર્જાયેલા સંજોગો વચ્ચે ગયા વર્ષે તેની કારકિર્દી ખતમ થઈ જશે તેવો તેને ડર હતો.

Sports
R Ashwin

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનેલા ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ખુલાસો કર્યો છે કે કોરોના મહામારીનાં કારણે સર્જાયેલા સંજોગો વચ્ચે ગયા વર્ષે તેની કારકિર્દી ખતમ થઈ જશે તેવો તેને ડર હતો. પાંત્રીસ વર્ષીય અશ્વિને તેની 80મી ટેસ્ટમાં તેની 419મી વિકેટ સાથે હરભજન સિંહ (103 ટેસ્ટમાં 417 વિકેટ)ને પાછળ છોડી દીધો છે.

R Ashwin

આ પણ વાંચો – Cricket / બાંગ્લાદેશ પર જીત મેળવી પાકિસ્તાન નિકળ્યું ભારતથી આગળ, શ્રીલંકા આજે પણ ટોપ પર

તેણે કહ્યું કે, ગયા વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમનાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ તેની કારકિર્દી એક ચોકઠા પર આવી ગઈ હતી. BCCI ની વેબસાઈટ માટે પોતાના સાથી ખેલાડી શ્રેયસ અય્યરને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું, “સાચું કહું તો, કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી મારા જીવનમાં અને કારકિર્દીમાં જે કંઈ પણ થઈ રહ્યું હતું, મને ખ્યાલ નહતો કે ટેસ્ટ ક્રિકેટ ફરી રમીશ કે નહીં? તેણે કહ્યું, “મેં ક્રાઈસ્ટચર્ચમાં છેલ્લી ટેસ્ટ રમી ન હોતી જે 29 ફેબ્રુઆરી 2020થી શરૂ થઈ હતી. હું ચોકઠાં પર હતો કે હું ફરીથી ટેસ્ટ રમી શકીશ કે નહીં.મારું ભવિષ્ય શું છે શું મને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે કારણ કે હું એક જ ફોર્મેટમાં રમી રહ્યો હતો? ભગવાન દયાળુ છે અને હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ કારણે તેને IPL પણ છોડવી પડી હતી. તેણે કહ્યું કે હરભજને તેને ઓફ સ્પિન બોલિંગ કરવાની પ્રેરણા આપી હતી. તેણે કહ્યું કે 2001માં ઓસ્ટ્રેલિયા સામે હરભજનનું પ્રદર્શન જોઈને જ તેને ઓફ સ્પિનર ​​બનવાની પ્રેરણા મળી હતી.

R Ashwin

આ પણ વાંચો – OMG! / આ ક્રિકેટર્સ જે લગ્ન પહેલા બન્યા પિતા, યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ

તેણે કહ્યું, “તેની પાસેથી પ્રેરણા લઈને, મેં ઑફ-સ્પિન બોલિંગ શરૂ કરી અને આજે અહીં પહોંચ્યો. મને પ્રેરણા આપવા બદલ ભજ્જી પાનો આભાર. આ એક અદ્ભુત સિદ્ધિ છે. મારા માટે ગર્વની વાત છે કે મેં આ મેદાન પર મારી 200મી વિકેટ લીધી હતી અને આ મેદાન પર હરભજનને પાછળ છોડ્યો.” પ્રથમ ટેસ્ટ ડ્રો રહેવાની વાતમાં તેમણે કહ્યુ, ‘વિશ્વાસ નથી થઇ રહ્યો કે અમે જીતી શક્યા નહી.  છેલ્લા દિવસે અમે જીતવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીતી શક્યા નહોતા. મારા માટે આ હારને પચાવવું મુશ્કિલ છે’ તેમણે કહ્યુ કે, જેમ જમૈકામાં પણ આવુ એકવાર થયુ હતુ. અંતિમ દિવસે અમે જીતવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ જીતી ન શક્યા.