Not Set/ ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ શર્માને મળી મોટી જવાબદારી, યુપી BJPના બન્યા ઉપાધ્યક્ષ

પૂર્વ IASને યુપી બીજેપીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, IAS તરીકે તેમણે ગત જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા.

Top Stories India
rasi 5 1 ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ શર્માને મળી મોટી જવાબદારી, યુપી BJPના બન્યા ઉપાધ્યક્ષ

ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ શર્માને ભાજપ દ્વારા મોટી જવાબદારી આપવામાં આવી છે. પૂર્વ IASને યુપી બીજેપીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, IAS તરીકે તેમણે ગત જાન્યુઆરી મહિનામાં રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા.

લાંબા સમયથી યુપી બીજેપીમાં ખેંચતાણ ચાલી રહી હતી. જેનો આજે અંત આવ્યો છે. યોગી અને મોદી વચ્ચેની મુલાકાત બાદ રસ્તો નીકળ્યો છે. અને અરવિંદ શર્માને ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના આ પૂર્વ આઈએએસ યુપીમાં સંગઠનની જવાબદારી સંભાળશે.

%E0%AA%85%E0%AA%B0%E0%AA%B5%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6 %E0%AA%B6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE 1 ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ શર્માને મળી મોટી જવાબદારી, યુપી BJPના બન્યા ઉપાધ્યક્ષ

અત્રે નોધનીય છે કે, ગુજરાત કેડરના IAS અરવિંદ શર્માએ ગત જાન્યુઆરી મહિનામાં અચાનક સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. અરવિંદ શર્મા 1988 ની બેંચના IAS છે. તેમણે તેમની નિવૃત્તિ વય કરતા બે વર્ષ પહેલા નિવૃત્તિ લીધી હતી. અને ભાજપમાં જોડાયા હતા. તેમની અચાનક નીવૃતીથી IAS બેડામાં જાતજાતની ચર્ચાઈ જોર પકડ્યું હતું. પરંતુ CMO-PMOમાં 18 વર્ષ સેવા આપી ચુકેલા અને મોદીની નીકટના ગણાતા અરવિંદ શર્માએ ભાજપનો ખેસ ધારણ કરી બધી ચર્ચા પર પૂર્ણ વિરામ મુક્યું હતું.

નોધનીય છે કે, ભાજપમાં જોડાવાના એક દિવસ બાદ જ પૂર્વ આઈએએસ અધિકારી અરવિંદ કુમાર ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી (એમએલસી) ના ઉમેદવાર બનાવાયા હતા.

અરવિંદ શર્મા મઉં ના રહેવાસી છે.

ભાજપ અમલદારશાહીથી ખુશ છે. મોદીના મંત્રીમંડળથી લઈને સંસદ અને યુપી વિધાનસભા સુધી, વીઆરએસ અથવા નિવૃત્તિ પછી અધિકારીઓનો દબદબો જોવા મળે છે. મૂળ મઉં ના રહેવાસી  અરવિંદશર્મા ગુજરાતમાં મોદીના સીએમ તરીકે ના કાર્યકાળમાં 2001 થી 2013 ની વચ્ચે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા.