Not Set/ ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. સામાન્ય જનતા હોય કે મોટી સેલેબ્રીટી હોય કે પછી હોય કોરોના વોરીયર્સ કોઈ પણ આ વાયરસથી બાકાત રહ્યું છે.

Top Stories Gujarat Others
A 304 ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

હાલ કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. સામાન્ય જનતા હોય કે મોટી સેલેબ્રીટી હોય કે પછી હોય કોરોના વોરીયર્સ કોઈ પણ આ વાયરસથી બાકાત રહ્યું છે. આ જીવલેણ વાયરસે તમમા લોકોને તેનો શિકાર બનાવ્યો છે, ત્યારે આવમાં કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.

આ પણ વાંચો :ક્ષિતિજ પરની સિદ્ધિઓ હાંસલ કરવા હંમેશા તત્પર રહેતાં અરૂણનો જાણે મધ્યાહને અસ્ત થયો : વિજય પટેલ

આપને જણાવી દઈએ કે, સંજય ગુપ્તાને લખનઉની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતા. કોરોનાની સારવાર દરમિયાન ગઇ કાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 જણાવીએ કે, છેલ્લા 24 કલાકમાં 3,53,991 નવા કોરોનાના કેસ આવ્યા અને 2812 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,19,272 લોકો ઠીક પણ થયા છે.

આ પણ વાંચો :રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી, ખેડૂતની વધી શકે છે મુશ્કેલીઓ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :રાજકોટમાં ગઇ સાંજે કમોસમી ઝાપટું પડતાં ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં મંડપ ધરાશયી થતાં નાસભાગ, કોઇ જાનહાનિ નહીં

આ પણ વાંચો :કોરોના વધારી રહ્યો છે દુરી, હવે ઇટલીએ પણ લગાવ્યો ભારતીયો પર પ્રતિબંધ

Untitled 43 ગુજરાતનાં પૂર્વ IAS સંજય ગુપ્તાનું કોરોનાથી નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ