Not Set/ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ભાજપમાં સામેલ થવાની અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ

કેપ્ટને  ખચકાટ વગર કહ્યું કે પંજાબમાં કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે અને નવજોત સિંહ સિદ્ધુ બાલિશ વર્તન કરી રહ્યા છે

Top Stories
punjab 3 પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે ભાજપમાં સામેલ થવાની અટકળો પર મૂક્યો પૂર્ણવિરામ

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. કેપ્ટને ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના નથી.  તેમણે કહ્યું કે હું ભાજપમાં સામેલ થવાનો નથી પણ  કોંગ્રેસ છોડી દઈશ. તેમણે કહ્યું કે હું વધુ અપમાન સહન કરી શકતો નથી.એક ઇન્ટવ્યુમાં  કેપ્ટને  ખચકાટ વગર કહ્યું કે પંજાબમાં કોંગ્રેસનું પતન થઈ રહ્યું છે અને નવજોત સિંહ સિદ્ધુ બાલિશ વર્તન કરી રહ્યા છે. જો સિદ્ધુનું વલણ આ રીતે ચાલુ રહ્યું તો તે દિવસ દૂર નથી જ્યારે પંજાબમાંથી કોંગ્રેસનો સફાયો થઇ જશે.

કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે હું 52 વર્ષથી રાજકારણમાં છું. મારી સાથે જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો તે ખુબ દર્દનાક હતું  મને સવારે 10.30 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. મેં કોઈપણ પ્રશ્નો પૂછ્યા વગર સાંજે 4 વાગે હું રાજ્યપાલ પાસે ગયો અને રાજીનામું આપ્યું. જો પાર્ટી હાઈકમાન્ડ 50 વર્ષ પછી પણ મારા પર વિશ્વાસ નથી કરતો, તો પછી મારે પાર્ટીમાં રહેવાનો શું અર્થ છે? અમરિંદર સિંહે કહ્યું કે મેં સોનિયા ગાંધીને કહ્યું કે પાર્ટીમાં ત્રણ વખત તેમનું અપમાન થયું છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વધુ પડતો વિશ્વાસ સિદ્વુ પર બતાવતા આ પરિસ્થિતિ હાલ પંજાબમાં જોવા મળી છે .આગામી ચૂંટણીમાં વધારે સમય નથી ત્યારે જ પાર્ટીમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠા પહોચ્યો છે.