Election/ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયાનું તમામ હોદ્દાઓ પરથી નારાજીનામું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થતાની સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષમાં નવી નીતિની અમલવારીના કારણે કકડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ કોંગ્રેસમાં છેલ્લે સુધી ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ

Top Stories
dinesh chovatiya રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટિયાનું તમામ હોદ્દાઓ પરથી નારાજીનામું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શરૂ થતાની સાથે જ સત્તાપક્ષ અને વિપક્ષમાં નવી નીતિની અમલવારીના કારણે કકડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ કોંગ્રેસમાં છેલ્લે સુધી ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાયાના કાર્યકર સમાન દિનેશભાઈ ચોવટિયાએ કોંગ્રેસના સામાન્ય સભ્ય પદથી માંડી તમામ હોદાઓ પરથી રાજીનામુ આપી દેતાં કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમજ રાજકીય વર્તુળોમાં તેમના રાજીનામાની ચર્ચાએ ભારે ઊહાપોહ મચાવી દીધો છે.

Image result for image of dinesh chovatiya congress

Education / 18 ફેબ્રુઆરીએ શરૂ થશે ધોરણ 6 થી 8નાં વર્ગો, શિક્ષણ વિભાગની જાહેરાત,માર્ગદર્શિકાનું કરવું પડશે પાલન

આ બાબતે દિનેશભાઈ ચોવટિયાએ ખુદ મીડિયાને જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કોંગ્રેસે લાયકાતના ધોરણે કરવાના બદલે અનેક ઉમેદવારોને ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે. લોકસભા અને ધારાસભાની દ્રસ્ટીએ પ્રમાણમાં નાની ચૂંટણી હોવા છતાં પ્રચાર કામમાં સિનિયર નેતાઓની અવગણના થઈ રહી છે. લાગવગના આધારે પદ અને ટિકિટ મળતી હોય તેવા પક્ષમાં રહેવાનો કોઈ મતલબ નથી અને તેથી મે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મારું રાજીનામું મોકલી આપ્યું છે.

 

Political / યોગ્ય સમય આવશે ત્યારે J&K ને આપવામાં આવશે પૂર્ણ રાજ્યનો દરજ્જો: અમિત શાહ

દિનેશ ચોવટીયાની રાજકીય સફર પર નજર કરીએ તો ધારાસભાની 2017ની ચૂંટણીમાં દક્ષિણ રાજકોટમાંથી ભાજપના ગોવિંદભાઈ પટેલ સામે દિનેશભાઈ ચોવટિયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા, આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂકયા છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે પણ કામ કરી ચુકયા છે. 2015માં યોજાયેલી રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 36માંથી કોંગ્રેસને 34 બેઠકો મળી હતી અને તેમાં દિનેશભાઈ ચોવટિયાનું મહત્વનું યોગદાન રહ્યું હતું. હવે તેમના રાજીનામાનો પડઘો હાઈ કમાન્ડ સુધી પડે છે કે નહીં તે આવનારો સમય કરી આપશે.

Election / રાજકોટ મનપાની ચૂંટણીમાં અનોખો પ્રચાર, કાર્ટૂનની વેશભૂષા, શાયરી અને દિગ્ગજો સાથે મતદારોને રિઝવવાનો પ્રયાસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…