America/ અમેરિકન સંસદની પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હૂમલો

કોર્ટે દોષીને ફટકારી 30 વર્ષની સજા

Top Stories World
Beginners guide to 2024 05 18T200650.125 અમેરિકન સંસદની પૂર્વ સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર હથોડાથી હૂમલો

World News ; સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકી સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવા અને તેના પતિ પર હથોડી વડે હુમલો કરવાના આરોપમાં દોષિત એક વ્યક્તિને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશ જેક્લીન સ્કોટ કોર્લીએ 44 વર્ષીય ડેપ્પેને સજા સંભળાવી હતી. જેને જ્યુરીના સભ્યોએ ગયા  નવેમ્બરમાં ફેડરલ અધિકારીના અપહરણના પ્રયાસ અને ફેડરલ અધિકારીના પરિવારના સભ્ય પર હુમલો કરવા બદલ દોષી ઠર્યા હતા. વકીલોએ ડેવિડ માટે 40 વર્ષની સજાની માંગ કરી હતી. ડેપેપએ 28 ઓક્ટોબર 2022ના રોજ ગુનો કર્યો હતો.

કોર્ટે સજા સંભળાવી ત્યારે ડેવિડ શાંત ઊભો જોવા મળ્યો હતો. બચાવ પક્ષના વકીલોએ જજને ડેવિડને 14 વર્ષની સજા આપવા માટે અપીલ કરી હતી કારણ કે તેનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો. ન્યાયાધીશે કહ્યું કે તેણે ડેવિડને સજા સંભળાવતા એ હકીકતને ધ્યાનમાં લીધી કે તે ફેડરલ અધિકારીના ઘરમાં ઘૂસી ગયો, જે દેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ કૃત્ય છે. નેન્સી પેલોસીના પતિ પોલ પેલોસી પર તેમના સાન ફ્રાન્સિસ્કોના ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પોલને માથામાં હથોડી વડે માર્યો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પછી, 82 વર્ષના પોલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેની ખોપડીમાં ફ્રેક્ચર થયું હતું.

કેસની તપાસ કર્યા પછી, પોલીસે નવેમ્બર 2023 માં ડીપેપને દોષી જાહેર કર્યો. ડેવિડના વકીલે કોર્ટને જણાવ્યું કે તે માનસિક રીતે બીમાર છે. તેઓ અમુક રાજકીય પક્ષના ભાષણથી પ્રભાવિત હતા. આ કારણથી કોર્ટે તેને માત્ર 14 વર્ષની સજા કરવી જોઈએ. જોકે, જજ જેકલીન સ્કોટ કોર્લીએ તમામ દલીલોને ફગાવી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં વિઝા માટે 4 ભારતીયોએ રચ્યું લૂંટનું કાવતરું, જાણો આગળ શું થયું…

આ પણ વાંચો:મુસ્લિમ દેશ સાઉદી અરેબિયામાં સ્વિમસૂટ ફેશન શોનું આયોજન, દુનિયાભરમાં સાઉદી પ્રિન્સનાં થયા વખાણ

આ પણ વાંચો:કિર્ગીસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓ લિંચિગનો બન્યા શિકાર, ભારતે જારી કરી એડવાઈઝરી

આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં ગોળીબાર હુમલામાં 3 વિદેશી પ્રવાસી સહિત 4 લોકોના મોત