સજા/ તામિલનાડુના પૂર્વ મંત્રી અને તેમના પતિ ભષ્ટ્રાચારમાં દોષિત, 5 વર્ષનો જેલવાસ

ઉલ્લેખનીય છે કે કુમારી 2006 માં એઆઇએડીએમકે છોડીને ડીએમકે માં જોડાયા હતા. કોર્ટે ભારતીય પોલીસ સેવા અધિકારી (નિવૃત્ત) પી. શનમુગમનને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે

Top Stories
Untitled 425 તામિલનાડુના પૂર્વ મંત્રી અને તેમના પતિ ભષ્ટ્રાચારમાં દોષિત, 5 વર્ષનો જેલવાસ

તામિલનાડુની વિશેષ અદાલતે અગાઉની  સરકારમાં મંત્રી આર ઇન્દિરા કુમારી અને તેમના પતિ એ બાબુને 15 લાખ રૂપિયાની ઉચાપતનો દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોની સુનાવણી કરનાર વિશેષ અદાલતના પ્રિસાઇડીંગ ઓફિસર એન. એલિસિયાએ બંનેને દોષિત ઠેરવ્યા અને ભારતીય દંડ સંહિતા અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ તેમને સજા ફટકારી.

ઉલ્લેખનીય છે કે કુમારી 2006 માં એઆઇએડીએમકે છોડીને ડીએમકે માં જોડાયા હતા. કોર્ટે ભારતીય પોલીસ સેવા અધિકારી (નિવૃત્ત) પી. શનમુગમનને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. ઉપરાંત તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

કુમારી તત્કાલીન મુખ્યમંત્રી  જયલલિતાના મંત્રીમંડળમાં 1991 થી 96 સુધી સમાજ કલ્યાણ મંત્રી હતા. સજા સંભળાવતી વખતે કોર્ટ રૂમમાં હાજર કુમારીએ તરત જ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેને સરકારી રોયપેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.