Not Set/ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચેની મુઠભેડમાં ચાર આતંકી ઢેર, એક જવાન શહિદ

જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરમનાં આનંતનાગમાં સેનાએ મુઠભેળમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરનાં (આઇએસજેકે) આગેવાનને પણ ઢેર કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ મુઠભેડમાં સેનાનાં એક જવાન પણ શહીદ થયા છે. જયારે એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ ઝડપમાં એક નાગરિકની પણ મૃત્યુ થઇ છે. જમ્મુ કાશ્મીરના […]

Top Stories India
151097 army loc જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચેની મુઠભેડમાં ચાર આતંકી ઢેર, એક જવાન શહિદ

જમ્મુ કાશ્મીર,

જમ્મુ કાશ્મીરમનાં આનંતનાગમાં સેનાએ મુઠભેળમાં 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ આતંકીઓમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ કાશ્મીરનાં (આઇએસજેકે) આગેવાનને પણ ઢેર કરી દેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે આ મુઠભેડમાં સેનાનાં એક જવાન પણ શહીદ થયા છે. જયારે એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ ઝડપમાં એક નાગરિકની પણ મૃત્યુ થઇ છે.

જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદ્યના જણાવ્યા અનુસાર, ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. એનકાઉન્ટરનાં કારણે શ્રીનગર અને અનંતનાગમાં ઈન્ટરનેટ સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. સીઝફાયર ખાતમાં થયા બાદ સેના જવાનો વારંવાર આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

બીજી બાજુ, પોલીસએ માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ દાઉદ તરીકે કરી છે. તેઓ આઇએસજેકેના વડા હતા. આ સંસ્થા આઇએસઆઇએસ સાથે જોડાયેલ છે એવું જાણવામાં આવ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે વિશેષ ગુપ્ત માહિતીની જાણકારી પ્રાપ્ત કર્યા પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરનાં શ્રીગુફ્વારા જિલ્લાના વિસ્તારના ઘેરાબંધી દ્વારા શોધ કામગીરી શરૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોમ્બિગિંગ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબમાં, સૈનિકો પણ ફાયરીંગ શરુ કરી દીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મુઠભેડ આતંકવાદી સંગઠનની નજીક આવેલા ક્ષેત્રમાં સ્થાનીકોએ સુરક્ષા દળ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના પછી અથડામણોનો પ્રારંભ થયો. સુરક્ષા દળોએ વિરોધીઓ પર બળનો ઉપયોગ કર્યો. જેમાં ઘણા નાગરિકો ઘાયલ થયા. ખીણમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાવચેતી હોવાથી વહીવટીતંત્રે શ્રીનગર, અનંતનાગ અને પુલ્વામા જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને બંધ કરી છે. ઓપરેશન વચ્ચે તાણને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં સલામત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.