Not Set/ લગ્નપ્રસંગ બન્યો માતમ,કાર પલ્ટી મારતા ચારના મોત

રાજકોટ, રાજ્યમાં રવિવાર ગોઝારો નીકળ્યો હતો અને અકસ્માતમાં ચાર લોકોનો મોત થયા હતા.જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે રવિવારે કાર પલ્ટી મારતા ચાર લોકોના મોત થયાં હતા.નજરે જોનારા કહે છે કે કારના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી ગઇ હતી. બહેનનું મામેરૂ ભરી તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત […]

Top Stories Gujarat Rajkot
jsdn accident લગ્નપ્રસંગ બન્યો માતમ,કાર પલ્ટી મારતા ચારના મોત

રાજકોટ,

રાજ્યમાં રવિવાર ગોઝારો નીકળ્યો હતો અને અકસ્માતમાં ચાર લોકોનો મોત થયા હતા.જસદણના આટકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામ પાસે રવિવારે કાર પલ્ટી મારતા ચાર લોકોના મોત થયાં હતા.નજરે જોનારા કહે છે કે કારના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી ગઇ હતી. બહેનનું મામેરૂ ભરી તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યાં હતા.

 

આ પરિવાર જૂનાગઢ લગ્નપ્રસંગમાંથી હાજરી આપી પરત ફરી રહ્યો હતો  ત્યારે જંગવડ ગામ પાસે અસ્માત નડ્યો હતો. મૃતકમાં નિલેશભાઇ અને રાકેશભાઈ તેમજ ભરતભાઇ અને કલ્પેશભાઇ સગા ભાઇઓ હોવાનું જાણવા મળ્યું છે.

 

કારમાં સાત લોકો હતા અને તેમાંથી બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા.કારમાં સવાર સાત વ્યક્તિમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ એકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

ઘટનાના પગલે આટકોટ પોલીસ દોડી ગઇ હતી અને સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા 108 મારફત વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. મૃતકમાં એક સુરતના, બે લાખાવડના અને બે રંઘોળાના લંગાળા ગામના હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું હાલ જાણવા મળ્યું છે.

 

1. લખમણભાઇ રોજાભાઇ કુવાડીયા (કામળેજ. ઉ.32)

2. નિલેષભાઇ ધીરભાઇ ચાવડા (લાખાવડ, ઉ. 26)

3. રાકેશભાઇ ધીરભાઇ ચાવડા (લાખાવડ, ઉ.23)

4. ભરતભાઇ વાશીંગભાઇ કેરોશીયા (લંગાળા, ઉ.26)

5. કલ્પેશભાઇ વાશીંગભાઇ કોરશીયા (લંગાળા, ઉ.26)