અકસ્માત/ સુરેન્દ્રનગરમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત,ચાર લોકોના કમકમાટી ભર્યા મોત

સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે બાળકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
અકસ્માત
  • સુરેન્દ્રનગરઃ કડુ કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત
  • અમદાવાદથી આવતા પરિવારને નડ્યો અકસ્માત
  • અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત
  • અકસ્માતામં 3 પુરૂષ, એક મહિલાનું મોત
  • બે બાળકોને હોસ્પિટલ ખસેડ્યા
  • દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગે જતો હતો પરિવા

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કચ્છ બાદ હવે સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે બે બાળકોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, કડુ કેનાલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. .  અમદાવાદથી આવતા પરિવારને અકસ્માત નડ્યો છે.જેમા 4 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. જો કે, આ અકસ્માતામં 3 પુરૂષ અને એક મહિલાનું મોત થયું છે.જ્યારે બે બાળકોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પહેલા ગઇકાલે એટલે કે ગુરુવારે કચ્છના નખત્રાણાના નાના આંગિયા ગામના ફાટક પાસે ગુરુવારે મોડી રાત્રે ભુજથી આઈનોક્સ કંપનીની બોલેરો જીપ આવી રહી હતી. તે સમયે એક ટ્રક મીઠુ ભરીને જઈ રહ્યુ હતું. બંને ગાડીઓ વચ્ચે એવી ટક્કર થઈ હતી કે, ટ્રકની ટક્કરથી જીપનો ખુડદો બોલાઈ ગયો હતો. જીપ પડીકુ વળી ગઈ હતી. જીપમાં આઈનોક્સ કંપનીના પાંચ કર્મચારીઓ સવાર હતા, જેમાંથી બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં 60 વર્ષીય ભચેસિંહ ભોમસિંહ સોઢા અને દિનેશ જેઠારામ ગોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય કર્માચરી વિવેકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અન્ય કર્મચારીઓ પિયુષ હિંમતભાઇ ગજેરા અને અનિલભાઇ તાપશીભાઇ સીજુ હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમા સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : ચૂંટણીલક્ષી ઉડાન, સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની સર્વિસ ફરી શરૂ

આ પણ વાંચો :ભગવદ્દ ગીતાના પાઠ ભણવા અંગે આપ અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, કહ્યું-ચૂંટણી પહેલા ભાજપ કરી રહ્યું…

આ પણ વાંચો : મધ્યાહન ભોજન શરૂ નહિ થતા આખો દિવસ ભૂખ્યા રહેતા બાળકો…

આ પણ વાંચો : ગુજરાતનું વિકાસ મોડલ એવું છે કે તેને કોઈપણ રાજ્યમાં લાગુ કરી શકાય : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ