Not Set/ કાશ્મીરના શોપિયનમાં આતંકી હુમલો, 4 પોલિસકર્મીઓ શહીદ

  જમ્મુ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે જેમાં 4 પોલિસકર્મી શહીદ થયા હોવાના સમાચાર છે.ન્યુઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે સાઉથ કાશ્મીરના શોપિયન જીલ્લાના અરહામામાં આતંકીઓએ પોલિસ કાફલા પર અંધાધુંધ ફાયરીંગ કરતાં 4 પોલિસ જવાનોના મોત થયાં હતા. Four policemen have lost their lives after being attacked by terrorists in Shopian's Arahama; #Visuals […]

Top Stories
kashmir attack કાશ્મીરના શોપિયનમાં આતંકી હુમલો, 4 પોલિસકર્મીઓ શહીદ

 

જમ્મુ

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે જેમાં 4 પોલિસકર્મી શહીદ થયા હોવાના સમાચાર છે.ન્યુઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ પ્રમાણે સાઉથ કાશ્મીરના શોપિયન જીલ્લાના અરહામામાં આતંકીઓએ પોલિસ કાફલા પર અંધાધુંધ ફાયરીંગ કરતાં 4 પોલિસ જવાનોના મોત થયાં હતા.

જો કે આ આતંકીઓ કોણ હતા તે જાણવા નથી મળ્યું પરંતું તેઓ પોલિસ જવાનોના હાથમાંથી હથિયારો છીનવીને ભાગી છુટ્યા હતા.પોલિસના જવાનો અહીં તેમનું વાહન રીપેર કરવા માટે ગયા હતા.

જમ્મુ-કાશ્મીરની પોલીસે હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આતંકીઓએ પોલિસ કાફલા પર ગોળીઓ ચલાવવી શરૂ કરી દીધી. હુમલામાં ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તમામ જવાનોનાં મોત થઇ ગયાં. પોલિસ પાર્ટી આ વિસ્તારમાં પોલીસ વાહનોના રિપેર માટે ગઇ હતી.

આ અગાઉ અનંતનાગના મનવાર્ડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા.આ ઓપરેશનમાં આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પોલીસ, આર્મી અને સીઆરપીએફના જવાનોએ આ ઓપરેશન ચલાવ્યું હતું. હાલ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટની સુવિધાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.