Not Set/ આ ચાર નાનાં ભૂલકાઓએ કર્યા જૈન સંપ્રદાયમાં આગવું મહત્વ ધરાવતો અઠ્ઠાઈ તપ

વેરાવળ, ગીર સોમનાથનાં વેરાવળમાં જૈન સંપ્રદાયનાં એક જ પરિવારે આજ મંગળવારનાં રોજ અઠ્ઠાઈ તપ કરતાં પરિવારમાં અને સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જૈન સંપ્રદાયમાં પર્યુષણમાં અઠ્ઠાઈ તપનું આગવું મહત્વ હોય છે. ત્યારે નાનાં ભુલકાઓએ આ તપ કરતા તેમનાં પારણા કરવા પરિવારનાં વડીલો અને સગા સબંધીઓ હાજર રહ્યા હતા અને બાળકોને પોતાનાં હાથે પારણા કરવ્યા […]

Top Stories Others
djhsdkjhlkjdghdf આ ચાર નાનાં ભૂલકાઓએ કર્યા જૈન સંપ્રદાયમાં આગવું મહત્વ ધરાવતો અઠ્ઠાઈ તપ

વેરાવળ,

ગીર સોમનાથનાં વેરાવળમાં જૈન સંપ્રદાયનાં એક જ પરિવારે આજ મંગળવારનાં રોજ અઠ્ઠાઈ તપ કરતાં પરિવારમાં અને સમાજમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જૈન સંપ્રદાયમાં પર્યુષણમાં અઠ્ઠાઈ તપનું આગવું મહત્વ હોય છે. ત્યારે નાનાં ભુલકાઓએ આ તપ કરતા તેમનાં પારણા કરવા પરિવારનાં વડીલો અને સગા સબંધીઓ હાજર રહ્યા હતા અને બાળકોને પોતાનાં હાથે પારણા કરવ્યા હતા.

નાનાં ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલા આ કાર્યનાં કારણે પરિવારજનોમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. વેરાવળનાં ભાવસાર પ્રવિણચંદ્ર કાનજીનાં પરિવારનાં નાનાં ભૂલકાઓ નામે તીર્થ પિયુષ ભાવસાર ઉમર વર્ષ 12, ઋત્વા નિલેશ ભાવસાર ઉંમર વર્ષ 11અને ધાર્મિ કલ્પેશ ભાવસાર ઉંમર વર્ષ 8 અને જીલ નિલેશ ભાવસાર ઉંમર વર્ષ 8 અે અઠ્ઠાઇ તપની કઠોર આરાધના કરી પરીવાર અને સંપ્રદાયનું ગૈારવ વઘાર્યું છે

ગીર સોમનાથનાં વેરાવળમાં જૈન સંપ્રદાયનાં એક જ પરીવારનાં ચાર નાનાં ભુલકાઅો દ્વારા અઠ્ઠાઇ તપની કઠોર આરાધના કરી પરીવાર અને સંપ્રદાયનું ગૈારવ વઘાર્યું હતું. મંગળવારે આ ચારેય ભુલકાઅોને જૈન મુનીઅો અને પરીવારનાં વડીલો અને સગા સબંઘીનાં હાથે પારણા કરવામાં આવેલ ત્યારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

જૈન ધર્મમાં તપનું મહત્વ ઘણું જ હોય છે. જૈનધર્મમાં કર્મોને ખપાવવા માટે તપશ્ચર્યાને ઉત્કૃષ્ટ સાધના માનવામાં આવે છે. આઠ પ્રકારનાં કર્મોમાંથી મુક્ત થઇને આત્મા મોક્ષે જાય છે. તપનાં પ્રભાવથી કર્મોની નિર્ઝરા (નાશ) થાય છે. બાહ્યતપમાં તપશ્ચર્યા મુખ્ય છે. ઈંન્દ્રીયશુધ્ધિ અને મનશુધ્ધિ માટે તપને શ્રેષ્ઠ અનુષ્ઠાન ગણાયું છે. તપશ્ચર્યા એટલે લાંઘણ નહીં પણ મન અને ઇન્દ્રીયનું શુદ્ધિકરણ. એટલે જ યથાશક્તિ તપ કરવાનો મહિમા કરાયો છે. ત્યારે પર્યુષણ સમયે જૈન સંપ્રદાયનાં મોટા ભાગનાં લોકો તપ આરાઘના કરતાં હોય છે. પરંતુ ગીર સોમનાથનાં વેરાવળ શહેરમાં ભાવસાર પરીવારનાં આઠ વર્ષ, અગિયાર વર્ષ, અને બાર વર્ષનાં ત્રણ ભૂલકાઓએ આઠ દિવસ સુધી માત્ર જળ પર અઠ્ઠાઈ તપની કઠોર તપશ્ચર્યા દ્વારા પ્રભુ ભક્તિ કરી છે.