ભાવ વધારો/ મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ઝડપી ટ્રેક પર છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવને પણ તેની અસર પડી રહી છે. તેથી જ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે.

Top Stories Business
1 189 મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ઝડપી ટ્રેક પર છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવને પણ તેની અસર પડી રહી છે. તેથી જ આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે. સરકારની માલિકીની ઓઇલ કંપનીઓએ છેલ્લા એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરી તેને બેકાબૂ બનાવી દીધુ છે.

1 190 મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

કોરાના 2.0 / દેશમાં સેકન્ડ વેવ અંત તરફ : 24 કલાકમાં નવા કેસ લાખ નજીક જ્યારે રિકવરી પોણા બે લાખ

આ દરમ્યાન, કિંમતો 21 દિવસ સુધી વધારવામાં આવી હતી અને તે જ દિવસોમાં ડીઝલ 5.44 રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલ પ્રતિ લિટર 4.99 રૂપિયા મોંઘું થઈ ગયું હતું. દિલ્હીનાં બજારમાં આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી વધારો થયો છે. અહીં પેટ્રોલ 28 પૈસા ભાવ વધ્યો, જ્યારે ડીઝલ 27 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. સોમવારે દિલ્હીનાં પંપ પર પેટ્રોલ 95.31 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે જ્યારે ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. ઘણીવાર એવુ જોવામાં આવ્યું છે કે કોઈ મહત્વપૂર્ણ ચૂંટણી હોય ત્યારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થતો નથી. ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાને કારણે ગયા માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો થયો નહતો. તેથી, તે દરમ્યાન ક્રૂડ ઓઈલ મોંઘું થયા પછી પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ વધારો થયો નથી. પરંતુ, 4 મેથી તેના ભાવમાં ઘણો વધારો થયો છે. ઘણીવાર સતત તો ઘણીવાર ધીમે-ધીમે 21 દિવસોમાં પેટ્રોલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

1 191 મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો

ટ્વીટ પર દંગલ / નાઇજીરીયાનાં રાષ્ટ્રપતિની ટ્વીટ ડિલિટ કર્યા બાદ ટ્વિટરનો થયો વિરોધ, અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ

ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી, સરકારી ઓઈલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરી 2021 નાં ​​રોજ ડીઝલનાં ભાવમાં લિટર દીઠ 17 પૈસાનો વધારો કર્યો હતો. આ પછી, બે મહિનાથી વધુ સમય સુધી તેની કિંમતમાં કોઈ વધારો થયો નથી. ચૂંટણી બાદ, 4 મેથી અત્યાર સુધીમાં 21 દિવસમાં ડિઝલનાં ભાવમાં વચ્ચે-વચ્ચે લિટર દીઠ રૂ. 5.44 નો વધારો થઇ ચુક્યો છે.

majboor str 8 મોંઘવારીનાં પાટે ઝડપથી દોડી રહ્યો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આજે પણ થયો આટલો વધારો