Not Set/ ભરૂચના કબીરવડ પર્યટન સ્થળ નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા

ભરૂચ જિલ્લામાં હવે કોરોના કેસમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વસ્તુઓ લગભગ 3 મહિના બાદ ખુલ્લી મુકવામાં આવે છે લોકો જાણે અકળાઈ ગયા હોય તે રીતે

Gujarat
honart bharuch1 ભરૂચના કબીરવડ પર્યટન સ્થળ નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા

મુનિર પઠાન, ભરૂચ@ મંતવ્ય ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં હવે કોરોના કેસમાં ઘણો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક વસ્તુઓ લગભગ 3 મહિના બાદ ખુલ્લી મુકવામાં આવે છે, લોકો જાણે અકળાઈ ગયા હોય તે રીતે ઘરની બહાર નીકળી ગયા છે ત્યારે આજરોજ સમી સાંજના સમયે કબીરવડ ખાતે હોનારત સર્જાઈ હતી.આજરોજ અમાસ હોવાથી નર્મદા નદીમાં ભરતી હોવાથી અસહ્ય ગરમીના કારણે કબીરવડ ફરવા માટે ગયેલા ચાર યુવકો પાણીના વહેણમાં તણાયા બે યુવકોના મૃતદેહ મળ્યા બેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી,પરંતુ આ ચાર યુવાનો કોણ છે અને ક્યાં ના છે તે અંગે હજુ પોલીસને બાતમી મળી નથી.

honarat bharuch2 ભરૂચના કબીરવડ પર્યટન સ્થળ નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા

ભરૂચ જિલ્લના કબીરવડ ખાતે લોકો કોરોના મહામારીથી જાણે મુક્ત થઈ ગયા હોય તે રીતે નર્મદા નદીમાં 4 યુવાનો નાહવા માટે કૂદી પડ્યા હતા. તે ચારેય વ્યક્તિઓ તેમની મોજમાં હોવાથી પાણીનો વેગ વધતાની સાથે 4 યુવાનો પાણીના વહેણમાં ફંગોળાય ગયા હતા. યુવાનો બૂમો પાડતા હોવાથી ગામવાસીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં ગામવાસી જેઓને તરતા આવડતું હતું તેઓએ ચારમાંથી બે યુવાનોને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા. અને તેના શરીરમાંથી પાણી કાઢવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ બંને યુવકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય બે ની શોધખોળ કરવામાં આવી પરંતુ તે લોકો ન મળતા ગામ લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.  હવે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગળની શોધખોળ પોતાના હસ્તે લેશે. આ ચાર યુવાનો ક્યાંના છે તેવું હાલ કોઈને જાણ થઇ નથી.

kalmukho str 7 ભરૂચના કબીરવડ પર્યટન સ્થળ નર્મદા નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા