transport department/ અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ વિભાગે રૂ. 1 લાખ દંડની વસૂલાત કરી

અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી દિવસોમાં પણ વાહનોનું ચેકિંગ ચાલુ રહેશે. ટ્રાફિક વિભાગ પાર્કિંગ નિયમોના ઉલ્લંઘન બદલ પ્રથમ ગુના માટે 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ લે છે.

Ahmedabad Gujarat
YouTube Thumbnail 65 અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ વિભાગે રૂ. 1 લાખ દંડની વસૂલાત કરી

અમદાવાદમાં ટ્રાફિક નિયમન લઈને ટ્રાન્સપોર્ટ વિભાગ (વસ્ત્રાલ) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. જે અંતર્ગત ખાનગી વાહનચાલકો પાસેથી વિભાગે રૂ.1 લાખ દંડની વસૂલાત કરી. સોમવાર અને મંગળવારે ટ્રાફિક પોલીસ સાથે હાથ ધરેલ ચેકિંગ દરમ્યાન અધિકારીઓએ ખાનગી વાહનનો વ્યાવસાયિક વાહન તરીકે ઉપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો.

શહેરના માર્ગો પર ટ્રાફિક જામ એક મોટી સમસ્યા બની ગઈ છે. હાલમાં દિવાળી તહેવારને બજારમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે ત્યારે બેફામ પાર્કિંગ કરાતું હોવાનું તંત્રને ધ્યાન આવ્યું. આથી ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ (વસ્ત્રાલ) દ્વારા ચેંકિગ હાથ ધરવામાં આવ્યું. આ કાર્યવાહી દરમ્યાન પોતાના ખાનગી વાહનનો મુસાફરોના પરિવહન તરીકે ઉપયોગ કરવા બદલ 16 વાહન ચાલકોને દંડ ફટકાર્યો. આરટીઓએ એગ્રીગેટર્સને નોટિસ પાઠવતા  ઉલ્લંઘન બદલ કુલ રૂ. 99,500નો દંડની વસૂલાત કરી.

અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી દિવસોમાં પણ વાહનોનું ચેકિંગ ચાલુ રહેશે. ટ્રાફિક વિભાગ પાર્કિંગ નિયમોના ઉલ્લંઘન બદલ પ્રથમ ગુના માટે 500 રૂપિયા અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ લે છે. જ્યારે ડ્રાઈવિંગ લાયસન્સ, પીયુસી પ્રમાણપત્ર, નોંધણીપ્રમાણપત્ર, પરમિટ, ફિટનેસ, થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજ ના હોવા પર નિયમમુજબ દંડ લે છે. નોંધનીય છે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે ડિજિલોકરમાં રાખેલ દસ્તાવેજ માન્ય ગણાય છે. તમારી પાસે દસ્તાવેજ ના હોય તો માંગ્યા તારીખથી 15 દિવસની અંદર જમા કરાવવાના રહે છે.

પરિવહન માટે કેટલીક બાબતોને લઈને દિશા નિર્દેશ કરાયા છે. જે અંતર્ગત પરવાનગી વગર વાહન પર જાહેરાત, મોટા વાહનોમાં પ્રાણીઓને લઈ જવા, માલસામાનના વાહનમાં આવશ્યક માહિતી પ્રદર્શિત ના કરવા પર, કાચ પર ડાર્ક ફિલ્મ રાખવી, અનુમતિ પાત્ર કરતા વધુ ભાડું લેવા જેવી બાબતો પર દંડની માંગ કરે છે.


whatsapp ad White Font big size 2 4 અમદાવાદમાં ટ્રાન્સપોર્ટ વિભાગે રૂ. 1 લાખ દંડની વસૂલાત કરી


આ પણ વાંચો : Jammu Kashmir/ પાકે.ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, BSFનો જવાન શહીદ

આ પણ વાંચો : Spacelab/ ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં

આ પણ વાંચો : Dahod Accident/ દાહોદમાં અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રના મોત