Gandhinagar/ શ્રી સરકારમાં કપાતમાં આવેલી જમીન પરત અપાવવાના બહાને લાખો છેતરપિંડી

શ્રી સરકાર થયેલી જમીન પરત કરાવી આપવાનું અને આ કામ માટે ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતા ગઠીયા આજકાલ સક્રિય બની ગયા છે.

Gujarat Gandhinagar Top Stories
YouTube Thumbnail 2024 06 28T195036.471 શ્રી સરકારમાં કપાતમાં આવેલી જમીન પરત અપાવવાના બહાને લાખો છેતરપિંડી

Gandhinagar News: શ્રી સરકાર થયેલી જમીન પરત કરાવી આપવાનું અને આ કામ માટે ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતા ગઠીયા આજકાલ સક્રિય બની ગયા છે. ત્યારે ગાંધીનગર સેક્ટર 5માં રહેતા પિતા પુત્રની જોડીએ શ્રી સરકાર થયેલી 30 ટકા કપાત જમીન પાછી અપાવવાનું કહી ને ટુકડે ટુકડે 28 લાખ રૂપિયાની ખંખેરી લીધા હોવાનો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મૂળ અમદાવાદના ધરણીધર દેરાસર પાછળ વૃંદાવન વિહાર ફ્લેટમાં રહેતા અભિજીત સિંહ પ્રવિણસિંહ વાઘેલા એ  વેજલપુર સરવે નંબર 89ની કુલ 21 હજાર ચોરસ મીટરની  જમીન વેચાણ રાખી હતી. ત્યારે આ કિસ્સામાં મૂળ જમીન પૈકી 30 ટકા જમીન કપાતમાં ગઈ હતી. ત્યારે શ્રી સરકાર થયેલી કપાત જમીન પાછી આપવાનું કહી ને ગાંધીનગર ના સેક્ટર 14 માં રહેતા રમેશભાઈ નાનજીભાઈ સોલંકીએ પોતાને સચિવાલયમાં મોટી ઓળખાણ હોવાની વાત કરી સચિવાલયમાં ફરજ બજાવતા અન્ય એક વ્યક્તિ પુજા ભાઈ ગણેશભાઈ સોલંકી સાથે મુલાકાત કરાવી ફરિયાદીને ભોળવી તબક્કા વાર 28 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

એટલું જ નહીં આ ઘટના બાબતે ફરિયાદ પણ થઈ ચૂકી છે અને હાલ પોલીસે પુંજાભાઈ સોલંકી તેમજ તેમના પુત્ર રાજેશ સોલંકી અને રમેશ નાનજીભાઈ સોલંકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ કિસ્સામાં ફરિયાદી સાથે વર્ષ 2021 માં ફ્રોડ થયું હતું જેની ફરિયાદ અત્યારે કરવામાં આવી રહી છે.ત્યારે આ કિસ્સામાં ફરિયાદી એ 28 લાખ ઓળવી જનાર  પિતા પુત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મૂળ લીંબોદરા ગામના વતની અભિજીતસિંહ પ્રવિણસિંહ અમદાવાદમાં ધરણીધર દેરાસર પાછળ વૃંદાવન વિહારમાં એક ફ્લેટમાં ટાઈલ્સ કાપવાનો અને જમીન વેચવાનો વ્યવસાય કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ મોજે વેજલપુર સર્વે નંબર 89 ની કુલ 21 હજાર ચોરસ મીટર જમીન અંબિકા સોસાયટીના ડેવલપરે મૂળ માલિકોને 10 હજાર 500 ચોરસ મીટરમાં વેચી દીધી હતી. જે આખી જમીન પર અંબિકા સોસાયટી બની હતી અને બાકીની જમીન રમેશભાઈ જીવાભાઈ દેસાઈએ વેચી દીધી હતી. આ જમીનમાંથી કુલ 30 ટકા જમીન કપાતમાં ગઈ હતી.

આ શ્રી સરકાર દ્વારા કપાત કરાયેલ જમીન પરત લેવા માટે રમેશ દેસાઈએ વર્ષ 2020માં અભિજીત સિંહ સાથે મિત્ર તરીકે વાત કરી હતી. આથી અભિજીતસિંહ જમીનની ફાઇલ સાથે તે દિશામાં કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન તેની મુલાકાત રમેશભાઈ નાનજીભાઈ સોલંકી (બાકીના પ્લોટ નંબર 182/2, સેક્ટર 14) સાથે થઈ હતી. ત્યારે રમેશ સોલંકીએ સચિવાલયથી પરિચિત હોવાનું જણાવ્યું હતું અને સચિવાલયમાં કામ કરતા મિત્ર પુંજાભાઈ ગણેશભાઈ સોલંકી ઉક્ત જમીન અંગેની કામગીરી કરશે તેવી ખાતરી આપી હતી.

બાદમાં અભિજીતસિંહને રમેશભાઈ અને પંજાબભાઈએ સચિવાલયના ગેટ નંબર 1 સામે બોલાવ્યા હતા અને બે દિવસ પછી શ્રી સરકાર દ્વારા સંપાદિત કરેલી જમીન અંગે વાત કરી હતી. એક લાખ રૂપિયા લીધા હતા. અને વેજલપુરમાં નવા ફાઈનલ પ્લોટના 30% વધારાની કપાત જમીન હેઠળ ફાળવવાની ખાતરી સાથે અન્ય એક લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ કામ માટે 70 લાખની કિંમત નક્કી કર્યા બાદ ઉક્ત જમીન પર 15 લાખની સ્ટેમ્પ ડ્યુટી ભરીને કાચી નોટો જમા કરાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

થોડા દિવસ પછી પંજાબભાઈએ વધુ સાત લાખ લીધા અને અભિજીતસિંહને સચિવાલયના ગેટ-1 સામે બોલાવ્યા જ્યાં બે મહિનામાં કામ પૂરું થઈ જશે તેમ કહી પંજાબભાઈ અને તેમના પુત્ર રાજેશભાઈએ સાત લાખ લીધા. 10 લાખની માંગણી કરી હતી. જેથી અભિજીત સિંહે બે તબક્કામાં 10 લાખ આપ્યા પરંતુ વચન મુજબ કામ થયું ન હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચો: GST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચો: મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન

આ પણ વાંચો: GSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ