froud/ આ રાષ્ટ્રીયકૃત બેંકની રાજ્યમાં આવેલી ત્રણ બ્રાંચમાં 272 કરોડની છેતરપિંડી

રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે ત્યારે વધુ ત્રણનો ઉમેરો થયો છે અને છેલ્લા ત્રણ જ દિવસમાં સીબીઆઈએ ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બ

Top Stories Gujarat
sam

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ

રાજ્યમાં BOBની 3 બ્રાંચમાં કરોડોની છેતરપીંડી
BOBની 3 બ્રાંચમાં 272 કરોડ રૂપિયાની છેતરપીંડી
અમદાવાદ, ગોંડલ અને કપડવંજ બ્રાંચમાં ઉચાપત
ગાંધીનગર સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરાઈ
ગોંડલમાં ગોવર્ધન કોટન જીન કંપનીએ કરી છેતરપીંડી
અમદાવાદની દોશિયાન વોટર સોલ્યુશન પ્રા.લિમીટેડ કંપની
કપડવંજની મેસર્સ એચ.ઇન્ડ્રસ્ટ્રીયલ પ્રા.લિ.કંપનીએ કરી છેતરપીંડી
એક જ મહિનામાં બેંક ફ્રોડની 10 કેસની તપાસ થઈ.

રાષ્ટ્રીયકૃત બેન્કો સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે ત્યારે વધુ ત્રણનો ઉમેરો થયો છે અને છેલ્લા ત્રણ જ દિવસમાં સીબીઆઈએ ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ ફેસિલિટી મેળવી કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો મળતાં સઘન તપાસ હાથ ધરી છે.

આ અંગે સીબીઆઈને મળેલી ફરિયાદ મુજબ, રાજકોટની ગોંડલમાં ગોવધન કોટન જીનએ 48.44 કરોડ, અમદાવાદની દોશિયાન વોટર સોલ્યુશન પ્રા.લિ.એ 119.64.કરોડ અને કપડવંજની મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી.એ 104.54 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ છેલ્લા એક મહિનાની અંદર મુંબઈ અને ગાંધીનગર સીબીઆઈ દ્વારા દસ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે.

Indian / સીમા પર ચીન સાથે ઘર્ષણની વચ્ચે ભારતની વધુ એક મિસાઈલનું પરીક્…

આ છેતરપિંડી વિશે શહેર મુજબ વિગતો જોઈએ તો રાજકોટ ગોંડલમાં આવેલ ગોવધન કોટન જીન તેના ડિરેકટર સુરેશભાઈ લોટીયા, સાગર વિરડીયા ,મયુર વિરડીયા તથા બેંક ઓફ બરોડાના અધિકારીઓ દ્વારા બેંક ઓફ બરોડા ગોંડલ બ્રાન્ચમાંથી કેશ ક્રેડિટ તથા ટમ લોન 48.44 કરોડની મેળવી લીધી હતી. લોન મેળવ્યા બાદ ગોવધન કોટન જીનના ડિરેકટરો દ્વારા રૂ.4 લાખથી 3 કરોડની રકમ જુદા જુદા ખાતાઓમાં ભરીને રોકડા ઉપાડી લઈને બેંક સાથે છેતરપિંડી આચરી હતી.તેમજ આ અંગે વધુમાં બેંકના ફ્રોડ સેલ દ્વારા તપાસ કરતા ગોવધન કોટન જીન અને તેના ડિરેકટરોના ખાતાઓમાં ઘણી ગેરરીતીઓ બહાર આવી હતી.

IPL 2020 / એમએસ ધોનીની સીએસકેની નજર વિકેટકીપર બેટ્સમેન પર, સ્ટીફન ફ્લેમ…

ત્યાર પછી બેંક ઓફ બરોડા દ્વારા ગાંધીનગર સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરી હતી.જેના પગલે સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બીજી બોપલ ઘુમા રોડ ઉપર આવેલ દોશિયાનવોટર સોલ્યુશન પ્રા. લિ. અને તેના ડિરેકટરો આશિત ધનરાજ દોશી, રક્ષિત ધનરાજ દોશી તથા બેક ઓફ બરોડાના અજાણ્યા અધિકારીઓની મેળાપીપણામાં ૧૪૪ કરોડ રૂપિયાની લોનમેળવી હતી.જેમાં જુદી જુદી બેકોમાંથી લોન મેળવવામાં આવી હતી. બેંક દ્વારા લોનના હપ્તા નહીં ભરતા કાર્યવાહી કરવામાં આવી હતી.જેના લીધી દોશિયાનવોટર સોલ્યુશન પ્રા.લી. દ્વારા ડીઆરટી તથા એનસીએલટી તથા સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

Indian / સીમા પર ચીન સાથે ઘર્ષણની વચ્ચે ભારતની વધુ એક મિસાઈલનું પરીક્…

બેંક ઓફ બરોડાના ફ્રોડ સેલ દ્વારા ઓડિટ કરાવતા ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી.જેમાં ખોટો ઓડિટ રિપોર્ટ દર્શવવામાં આવ્યા હતા.જેના પગલે બેંક ઓફ બરોડાના અધિકારીએ ગાંધીનગર સીબીઆઈમાં દોશિયાનવોટર સોલ્યુશન પ્રા.લી. તથા તેના ડિરેકટરો સામે ફરિયાદ નોંધાવી છે. ખેડાના કપડવંજમાં આવેલ મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લી. અને તેના ડિરેકટર પરેશ એચ. પટેલ,હાર્દિક પી. પટેલ .જીગર પી. પટેલ તથા બેંક ઓફ બરોડાના અજાણ્યા અધિકારીઓના મેળાપીપણામાં 104.54 કરોડની કેશ ક્રેડિટ તથા ટમ લોન મેળવી હતી. લોનના હપ્તા નહીં ભરતા બેંક દ્વારા ખાતુ એનપીએ કરી દીધં હતં. બાદમાં બેક ઓફ બરોડાના ફ્રોડ સેલ દ્વારા ઓડિટ કરતા ગંભીર ગેરરીતીઓ બહાર આવી હતી. બાદમાં બેક ઓફ બરોડા દ્વારા મેસર્સ એચ.એન.ઈન્ડસ્ટ્રીયલ પ્રા.લિ. તથા તેના ડિરેકટરો સામે ફરિયાદ કરતા ગાંધીનગર સીબીઆઈ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Political / જમ્મુ-કાશ્મીરમાં 278 સીટ ઉપરના પરિણામો જાહેર, ગુપકાર સંગઠનનો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા  ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…