ahmedabad accident/ અમદાવાદમાં AMTS લોકો માટે બની યમદૂત સમાન, બસની અડફેટે મહિલાનું મોત

જુહાપુરાના અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 12 5 અમદાવાદમાં AMTS લોકો માટે બની યમદૂત સમાન, બસની અડફેટે મહિલાનું મોત

Ahmedabad News: અમદાવાદમાં AMTSની બસો માતેલા સાંઢની જેમ દોડતી હોય છે. BRTS અને AMTS દ્વારા અવારનવાર અકસ્માત સર્જવાની દુર્ઘટના સામે આવતી હોય છે. આવામાં આજે ફરી એકવાર AMTS બસની અડફેટે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. જુહાપુરાના અંબર ટાવર પાસે આ ઘટના બની છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના જુહાપુરાના અંબર ટાવર પાસે  પૂર ઝડપે આવેલ AMTS બસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈકની પાછળ બેઠેલ મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે આ ઘટનામાં બાઈક ચાલકને પણ પહોંચી ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદ શહેરમાં ચાલતી AMTS બસ અને બીઆરટીએસ બસ દ્વારા શહેરમાં 300થી વધુ અક્સ્માત સર્જયા છે. જેમાં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી