Asian Games 2023/  ભારતીય ઘોડેસવારોએ રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ,  કુલ 14 મેડલ

હૃદય છેદા, દિવ્યકૃતિ સિંહ, અનુષ અગ્રવાલ અને સુદીપ્તિ હજેલાની ભારતીય મિક્સ ટીમે ઘોડેસવારી ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને એશિયન ગેમ્સ 2023નો સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારી ડ્રેસેજમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

Top Stories Sports
Indian equestrians create history, win gold medal after 41 years, total 14 medals

ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જલવો વિખેરી રહ્યા છે. ઘોડેસવારી ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ભારતની દિવ્યકૃતિ સિંઘ, હૃદય વિપુલ છેડા, અંશુ અગ્રવાલ અને સુદીપ્તિ હજેલાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ સ્થાન મેળવવામાં સફળ રહી અને ગોલ્ડ મેડલ જીત્યો.

ભારતીય ટીમે 209.205 પોઈન્ટ બનાવીને ચીનને હરાવ્યું. ચીન 204.882 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને હોંગકોંગ 204.852 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ભારતે 41 વર્ષ બાદ ઘોડેસવારી ડ્રેસેજમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે છેલ્લે વર્ષ 1982માં આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. 1982ની ગેમ્સમાં ભારતીય ઘોડેસવારોએ આ રમતની ત્રણ અલગ-અલગ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. જે બાદ હવે આ ચાર ઘોડેસવારોએ ઈતિહાસ રચ્યો છે.

ભારતે ચાર દાયકાના લાંબા સમય પછી ઘોડેસવારીમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો છે, જ્યારે ભારતે 1986 પછી જ ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. ભારતીય ટીમને 1986ની સિયોલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મળ્યો હતો. છેલ્લી વખત 2018માં યોજાયેલી એશિયન ગેમ્સમાં રાકેશ કુમાર, આશિષ મલિક, ફવાદ મિર્ઝા અને જિતેન્દ્ર સિંહની ચોકડીએ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2023માં ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. દેશને પહેલા દિવસે પાંચ મેડલ અને બીજા દિવસે છ મેડલ મળ્યા હતા. ભારત કુલ 14 મેડલ સાથે મેડલ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ છે. ત્રીજા દિવસે પણ ભારતીય ખેલાડીઓ પાસેથી ઘણા મેડલની અપેક્ષા છે.

આ પણ વાંચો:IND vs AUS 2023/ત્રીજી વનડે પહેલા વિરાટ કોહલી ટીમ સાથે જોડાયો, વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો:Asian Games 2023/17 વર્ષની નેહા ઠાકુરે કરી કમાલ, એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો 12મો મેડલ

આ પણ વાંચો:Asian Games 2023/ક્રિકેટ, શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ, રોઇંગમાં 2 બ્રોન્ઝ, વુશુ મેડલ કન્ફર્મ