Not Set/ હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ

આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.  ત્યારે જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની પ્રેમ કહાની પણ કંઇક હટકે છે. આ શિક્ષકને કોલેજ સમય દરમિયાન તેમના પત્ની પૂજા સાથે પ્રેમ થયો હતો.

Gujarat Others
nirmala sitaraman 1 હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ

વેલેન્ટાઈન્સ ડે એટલે પ્રેમીઓનો દિવસ, આજના યુવાઓ જે સોશ્યલ મીડિયાના પ્રેમમાં તલ્લીન થઇ જાય છે. ક્યારેક આકર્ષાઈ અને બાદમાં પ્રેમને ભૂલી જાય છે.  પરંતુ આજના દિવસે મંતવ્ય ન્યૂઝ જામનગરના એક કપલની અનોખી લવસ્ટોરી શોઘી લાવ્યું છે. શા કારણે આ લવસ્ટોરી અનોખી ચાલો જાણીએ…

  • જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની કહાણી
  • આંખોથી નહીં, પણ શબ્દથી કર્યો પ્રેમ
  • યુવતીના શબ્દો સાંભળીને પડી ગયા પ્રેમમાં
  • પરિવારજનોના ઇનકાર છતાં કર્યા લગ્ન
  • લગ્નજીવનના થઈ ગયા 9 વર્ષ

આજે વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.  ત્યારે જામનગરના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની પ્રેમ કહાની પણ કંઇક હટકે છે. આ શિક્ષકને કોલેજ સમય દરમિયાન તેમના પત્ની પૂજા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને 5 વર્ષ સુધી વાતચીત કર્યા બાદ પરિજનો ન માનતા આખરે કોર્ટ મેરેજ કર્યા હતા. હરેશભાઈ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં કમ્પ્યુટર ઈન્સ્ટ્રક્ચર તરીકે ફરજ બજાવે છે. હરેશભાઈ બાળપણથી પ્રજ્ઞાચક્ષુ છે.  પૂજાબેન સાથે વાતચીત દરમિયાન બંને મિત્ર બન્યા હતા અને ત્યારબાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, નોર્મલ પ્રેમીઓના જીવનમાં આવતો અવરોધોની જેમ હરેશભાઈ અને પૂજાબેનના લગ્નમાં પણ પરિવારજનો મનાઈ ફરમાવી રહ્યા હતા. આખરે આ બંને પ્રેમી પંખીડાઓએ 5મી ફેબ્રુઆરીએ કોર્ટમાં લવ મેરેજ કરી લીધા હતા.

હરેશભાઈ પોતાની પત્ની માટે આજે પણ કવિતાઓ લખે છે. જ્યારે તેમના પત્ની પૂજા પણ કવિતાપ્રેમી છે અને પોતાના પતિ માટે તેમણે પણ વેલેન્ટાઈન ડે નિમિત્તે કવિતા લખી છે. નવ વર્ષ પહેલા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હરેશભાઈ અને પૂજાબેને લગ્ન કર્યા હતા. તેમને આજે એક સંતાન પણ છે.  હરેશ હિંડોચા અંધજન વિવિધલક્ષી તાલીમ ભવનમાં જોબ કરી રહ્યા છે. જ્યારે તેમના પત્ની પૂજાબેન ગૃહિણી તરીકે ઘરની તમામ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

nirmala sitaraman 2 હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ ;પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો પ્રેમ

જામનગરના આ કપલ ની સફળ પ્રેમ કહાની વિશે તમે જાણ્યું. આજે બંને યુગલ એક સફળ અને સુખી જીવન જીવી રહ્યા છે. હાલ બંનેને એક બાળક પણ છે. હરેશભાઈ પૂજા માટે કવિતાઓ લખે છે જ્યારે પૂજા ને પણ હરેશભાઈની કવિતાઓ ખૂબ જ પસંદ છે… પૂજા નું કહેવું છે કે હું મારું આખું જીવન હરીશની આંખો બનીને વિતાવીશ.

National / ABG શિપયાર્ડ કૌભાંડમાં થઈ રહી છે કાર્યવાહી, 2013માં ખાતું બન્યું NPA : નિર્મલા સીતારમણ

વડોદરા / કમાટીબાગ ઝૂમાં 13 સાબરના મોત, તપાસની ઉઠી માંગ

ગુજરાત / વિધાનસભામાં કૉંગ્રેસના દંડક સહિત અનેક પદ ઉપર નિયુક્તિની જાહેરાત, જાણો કોને ફાળે આવ્યું પદ