છેતરપીંડી/ કાચા કાજુનાં નામે વેપારી સાથે 83 લાખની ઠગાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ નાઈઝીરીયાનાં કંપનીના ડાયરેક્ટર સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વેપારી સાથે ૮૩ લાખ રૂપિયાની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.. મહત્વનું છે કે સેટેલાઈટમાં રહેતા ફાલ્ગુનભાઈ જોશી નામના વેપારી કે જેઓ મેઘાણીનગરમાં કાવ્યા ઓવરસીસ નામની ફોર્મ ધરાવે છે.. જે ફોર્માં તેઓની સાથે યોગેશ તોમર, કેતન તોમર અને દીપક […]

Ahmedabad Gujarat
SATELLITE કાચા કાજુનાં નામે વેપારી સાથે 83 લાખની ઠગાઈ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

નાઈઝીરીયાનાં કંપનીના ડાયરેક્ટર સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વેપારી સાથે ૮૩ લાખ રૂપિયાની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.. મહત્વનું છે કે સેટેલાઈટમાં રહેતા ફાલ્ગુનભાઈ જોશી નામના વેપારી કે જેઓ મેઘાણીનગરમાં કાવ્યા ઓવરસીસ નામની ફોર્મ ધરાવે છે.. જે ફોર્માં તેઓની સાથે યોગેશ તોમર, કેતન તોમર અને દીપક ની તમામ ભાગીદારો છે…

વર્ષ 2015માં તેઓના મિત્ર હિમેન નાગર તેમજ નરેશ પટેલ નિર્મિત એન્ટરપ્રાઇઝ નામની કંપની ચલાવતા હતા અને કાચા કાજૂ ઈમ્પોર્ટ કરીને વેપાર ધંધો કરતા હોવાથી વેપારી તેઓની સાથે ગાંધીનગરમાં ગયા હતા, જ્યાં તેઓની મુલાકાત અનુજ સક્સેના નામના શખ્સ સાથે થઈ હતી..અનુજકુમાર સકસેનાં નાઇઝીરિયાથી કેશયું રો-નટસ એટલે કે કાચા કાજૂ એક્સપોર્ટ કરતા હોય તે બાબતની તેઓને જાણ થઈ હતી…વર્ષ 2016માં મિત્રોએ કાચા કાજૂનો બિઝનેસ શરૂ કરવા માટે વેપારીને જણાવ્યું હતું… જેથી તેઓએ અનુજ કુમારને મળવાનું કહ્યું હતું અને વેપારી તેમજ અનુજ સકસેનાએ એક વર્ષ પહેલા મળીને બિઝનેસ કરવાની વાત કરી હતી..અનુજ કુમાર સકસેના કે જે સકસેના એગ્રો પ્રોડક્ટ કંપની લિમિટેડના નાઇજીરીયા દેશના ડાયરેક્ટર તરીકેની ઓળખ આપી હતી તેમજ હંસરાજ કાલરા અને શ્યામસુંદર કક્ક્ડ આ બંને સકસેના એગ્રો પ્રોડક્ટ કંપની લિમીટેડના ભારત દેશમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ સંભાળતા હતા..

વેપારી ફાલ્ગુન જોશીએ વેપાર કરવાનું નક્કી કરી શરૂઆતમાં 54 મેટ્રિક ટન કાચા કાજૂનો ઓર્ડર આપ્યો હતો અને તેનાં બિલ મોકલી પર મેટ્રીક ટનનો ભાવ 1000 યુ.એસ ડોલર નક્કી થયો હતો.. જે કાચા કાજૂ મેળવવા માટે તેઓની ભાગીદારી પેઢીના બેન્કમાંથી સકસેના એગ્રો પ્રોડક્ટ કંપની લિમિટેડ નાઇજીરીયા દેશના ડાયમંડ બેંકના ખાતામાં 36 લાખ 19 હજાર 264 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા…

વેપારીએ બીજો ઓર્ડર 81 મેટ્રિક ટન કાચા કાજૂ મંગાવવા માટે આપ્યો હતો અને તેના પેટે ૪૬ લાખ ચોવીસ હજાર 236 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.. જે બાદ વેપારીએ ઓર્ડર મુજબનો માલ મોકલવાનું કહેતા આરોપીઓએ જણાવ્યું હતું કે હાલમાં કાજૂનો  સ્ટોક અપૂરતો છે અને સારી ક્વોલિટીનો સારો માલ આવશે એટલે તમને મોકલી આપીશું તેવુ કહીને વિશ્વાસમાં લઈને લાંબા સમય સુધી કાચા કાજૂ ના મોકલતા વેપારીએ આ બાબતે અનુજ સક્સેના સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે નાઇજીરીયા દેશમાં કાજુનો પાક બગડી ગયો છે અને તમને સારી ક્વોલિટીનો આપી શકાય તેમ નથી અને પોતે આર્થિક મંદીમાં સપડાયેલ હોય જેથી ભારત આવ્યા છે તેવું કહીને ગલ્લાંતલ્લાં કરી ઓર્ડરનો માલ મોકલી આપવાનું કહીને વર્ષ 2016 થી અત્યાર સુધી વેપારીએ ચૂકવેલા ત્યાંથી લાખ રૂપિયાથી વધુ રકમ લઇ તેમને કાચા કાજૂ ન આપતા અંતે વેપારી ફાલ્ગુનો જોશીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..

ત્રણેય આરોપીઓ અનુ સક્સેના, હંસરાજ કાલરા તેમજ શ્યામસુંદર કક્કડ જયપુર રાજસ્થાનનાં હોવાથી સેટેલાઈટ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે..