mask/ આર્યુવેદિક ઔષધિનો ઉપયોગ કરી બનાવેલા માસ્ક નિ:શુલ્ક વિતરણ

માસ્ક વિતરણ મફત કરવામાં આવશે સુરતમાં

Gujarat
mask surat આર્યુવેદિક ઔષધિનો ઉપયોગ કરી બનાવેલા માસ્ક નિ:શુલ્ક વિતરણ

કોરોના મહામારીની બીજી વેવે હાહકાર મચાવ્યો છે કોરોના સંક્રમણના કેસો વધતાં રાજ્યની હાલત ગંભીર છે. પરતું આવી નાજુક સ્થિતિમાં સામાજિક સંસ્થાઓ સક્રિયચા દાખવીને સમાજની સેવા કરી રહી છે. સુરતમાં રક્ષક ગ્રુપ દ્વારા કપૂર,લવિંગ,સૂંઠ,અને અજમાના દ્વાવણયુકત કપડાંથી 50 હજાર માસ્ક તૈયાર કર્યા છે.

સુરત શહેરમાં ભૂખ્યાને ભોજન આપતી સંસ્થા રક્ષક ગ્રુપે આ કાર્ય હાથમાં લીધું છે. આ સંસ્થા દ્વારા ભારતીય પરંપરાગત અને આર્યુવેદિક  ઐાષધિનો ઉપયોગ કરીને દ્વાવ્યયુક્ત  માસ્ક બનાવી રહ્યા છે. 50 હજાર માસ્ક શરૂઆતમાં બનાવવામાં આવશે. જે સુરત શહેરમાં મફત આપવામાં આવશે જેથી લોકો સહેલાઇથી ઉપયોગ કરી શકશે.

આ સંસ્થાની મહિલાઓ દ્વારા ભારે જહેમત બાદ આ કાપડ તૈયાર કરીને માસ્ક બનાવી રહી છે. ગરમ પાણીમાં તમામ ઐાષધિ નાંખી તેમાં કાપડ નાખવામાં આવે છે અને કાપડ સૂકાઇ જાય બાદમાં માસ્ક તૈયાર કરવામાં આવે છે,