Wildlife Week celebrations/ ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી દરમિયાન ઈન્દ્રોડા પાર્ક અને અરણ્ય ઉદ્યાનમાં નિ:શુલ્ક પ્રવેશ

દર વર્ષે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.

Top Stories Gujarat
1 16 ગુજરાતમાં 8 ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી દરમિયાન ઈન્દ્રોડા પાર્ક અને અરણ્ય ઉદ્યાનમાં નિ:શુલ્ક પ્રવેશ

ગુજરાતમાં   દર વર્ષે 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. દર વર્ષે ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

વન્યજીવ સપ્તાહ દરમિયાન ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાન ગાંધીનગર ખાતે મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે. આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા બટરફ્લાય વોક, પ્લાન્ટ વોક, બર્ડ વોક, વાઇલ્ડ ટોક, સ્નેક બાઇટ અવેરનેશ, વાઇલ્ડ ફોટોગ્રાફર્સ વર્કશોપ કમ ટ્રેનિંગ વગેરે જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે ઉપરાંત બાળકો માટે સ્પોટ ક્વિઝ, સ્ટિકર ડિસ્ટ્રીબ્યુશનનું પણ આયોજન છે. આ વર્ષે ખાસ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કોમ્પિટીશન તેમજ ફોટોગ્રાફ અને પેઇન્ટિંગ એકિઝબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અંગે વધુ માહિતી  https://sites.google.com/view/geer-ee/home   પરથી મેળવી શકાશે.