અમદાવાદ/ વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે મોબાઇલ લેબોરેટરી સેવા” શરૂ કરાઈ

સમગ્ રાજય માં  કોરોના વેક્સીન ખુબ જ ઝડપ થી થઇ રહ્યું છે . રાજય ના  જિલ્લામાં પણ કોરોના રસીકરણને વ્યાપક બનાવવા અને મહત્તમ નાગરિકોને વેક્સિનેટેડ કરવાના શુભ આશયથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ આ પ્રસંગે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી રક્ષણાર્થે કોરોના રસીકરણ અમોધ શસ્ત્ર છે ત્યારે કાલ થી  […]

Ahmedabad Gujarat
Untitled 218 વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે મોબાઇલ લેબોરેટરી સેવા” શરૂ કરાઈ

સમગ્ રાજય માં  કોરોના વેક્સીન ખુબ જ ઝડપ થી થઇ રહ્યું છે . રાજય ના  જિલ્લામાં પણ કોરોના રસીકરણને વ્યાપક બનાવવા અને મહત્તમ નાગરિકોને વેક્સિનેટેડ કરવાના શુભ આશયથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ આ પ્રસંગે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી રક્ષણાર્થે કોરોના રસીકરણ અમોધ શસ્ત્ર છે ત્યારે કાલ થી  શરૂ થયેલ રાજવ્યાપી રસીકરણ અભિયાન નાગરિકોને કોરોના સામે સુરક્ષા કવચ પ્રદાન કરશે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વસતા નાગરિકો-ગ્રામજનોને સરળતાથી વેક્સિન ઉપલબ્ધ કરાવવાના શુભ આશયથી શરૂ થયેલ મહારસીકરણ અભિયાન કારગર સાબિત થશે. ગ્રામ્યજનોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને  કાલ થી જ શરૂ કરાયેલ વોક-ઇન વેક્સિનેશન એટલે કે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન મેળી રહે તે પ્રમાણેની તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

સાણંદ ધારાસભ્ય કનુ પટેલ, જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા સાણંદ તાલુકાના વરિષ્ઠ નાગરિકો માટે “મોબાઇલ લેબોરેટરી ટેસ્ટીંગ વાન” ને લીલી ઝંડી આપવામાં આવી હતી.

વરિષ્ઠ નાગરિકો માટે વિનામૂલ્યે શરૂ કરાયેલ મોબાઇલ લેબોરેટરી સેવા થકી તાલુકાના વરીષ્ઠજનોના બ્લડ રીપોર્ટથી લઇ અન્ય પ્રકારના રીપોર્ટ્સ ઘરે બેઠા કરી શકાશે. આ મોબાઇલ વાન સેવા થકી તાલુકા સ્તરે આરોગ્ય સેવાઓમાં નવુ પીંછુ ઉમેરાયુ હોવાનું જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતુ.