Not Set/ આ દેશે ચલાવ્યું FreedomPinapple અભિયાન, ચીનને કર્યું ચિત્ત, જાણો શું છે આખી ઘટના

ચીન અને તાઇવાન વચ્ચે ટેન્શન અને ટકરાવ કોઇનાથી અજાણ્યો નથી. ચીન તાઇવાનની સામે અલગ-અલગ રણનીતિ બનાવીને તેને વધારવા અને દબાણ બનાવવાનું કામ કરતું આવ્યું છે. પરંતુ હવે તેનો આ દાવ તેની સામે જ પડતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં 28 ફેબ્રુઆરીએ ચીને તાઇવાનથી આવતા અનાનાસ પર એમ કહીને પ્રતિબંધ લગાવી દીધો હતો કે તેમાં કિડા […]

World
CHINA TAIWAN આ દેશે ચલાવ્યું FreedomPinapple અભિયાન, ચીનને કર્યું ચિત્ત, જાણો શું છે આખી ઘટના

ચીન અને તાઇવાન વચ્ચે ટેન્શન અને ટકરાવ કોઇનાથી અજાણ્યો નથી. ચીન તાઇવાનની સામે અલગ-અલગ રણનીતિ બનાવીને તેને વધારવા અને દબાણ બનાવવાનું કામ કરતું આવ્યું છે. પરંતુ હવે તેનો આ દાવ તેની સામે જ પડતો જોવા મળી રહ્યો છે. હકીકતમાં 28 ફેબ્રુઆરીએ ચીને તાઇવાનથી આવતા અનાનાસ પર એમ કહીને પ્રતિબંધ લગાવી દીધો હતો કે તેમાં કિડા જોવા મળ્યા છે. આ નિર્ણયથી તેનો હેતુ તાઇવાન પર દબાણ બનાવવાનો હતો, કારણ કે તાઇવાન વિશ્વમાં અનાનાસ ઉત્પાદન કરનારો સૌથી મોટો દેશ છે અને ચીન તેનો સૌથી મોટો ગ્રાહક છે.

Taiwan pineapple 1 આ દેશે ચલાવ્યું FreedomPinapple અભિયાન, ચીનને કર્યું ચિત્ત, જાણો શું છે આખી ઘટના

ચીનને લાગતું હતું કે આ પ્રતિબંધથી તાઇવાન ઘુંટણીયે આવી જશે અને તેને વેપારમાં જબરજસ્ત નુકસાન થશે. પરંતુ ચીનનો દાવ ઉલટો પડી ગયો. ચીને જેટલો સપ્લાય થતો હતો તેનાથી વધારે તો તાઇવાનના બજારમાં જ થઇ ગયો. લોકોએ આને ચીન સામે ઉઠાવવામાં આવતા અવાજનું પ્રતિક બનાવી દીધું. ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ દ્ધારા તાઇવાનના અનાનાસ પર લગાવવામાં આવેલી રોક 1 માર્ચથી પ્રભાવી થઇ છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ચીનના પ્રતિબંધ પછી તાઇવાનના લોકોએ એકતાનું પ્રદર્શન કરતાં ચાર જ દિવસમાં અનાનાસીની એટલી માત્રા ખરીદી લીધી જેટલી ચીનથી નિકાસ થતી હતી. તાઇવાનમાં અનાનાસનું વાર્ષિક લગભગ 4.20 લાખ ટનનું ઉત્પાદન થાય છે. આના લગભગ 80 ટકા ચીન ખરીદી લે છે. ત્યાર બાદ 11 ટકા દુનિયાના 16 દેશોને વેચવામાં આવે છે.

સરકારની આ અભિયાન બાદ ત્યાંની 180 કંપનીઓએ 7187 ટન, 19 કંપનીઓના 15 હજાર ટન, શરાબ બનાવનારી કંપનીઓના 4500 ટન અને અન્ય રિટેલ વિક્રેતાઓના 15 હજાર ટન અનાનાસ ખરીદી કરી.