#rajasthani/ ફ્રેન્ડશીપ, ગેંગરેપ અને બ્લેકમેઈલીંગ, બે મહિલાની દર્દનાક કહાની

મોબાઈલ પર વિડીયો ઉતારી મનમાની કરતા હતા, બન્નેએ આપઘાત કર્યો

India Top Stories
Beginners guide to 2024 04 08T173742.052 ફ્રેન્ડશીપ, ગેંગરેપ અને બ્લેકમેઈલીંગ, બે મહિલાની દર્દનાક કહાની

Rajasthan News : બસમાં અવરજવર દરમિયાન ત્રણ યુવકોની ઓળખાણ સ્વાતી સાથે થઈ જાય છે. બાદમાં મોકો મળતા જ ત્રણેય જણા સ્વાતિ સાથે ગેંગરેપ કરે છે. દરમિયાન મોબાઈલ પર આ પળોનો વિડીયો પણ ઉતારી લે છે. જેથી સ્વાતિ ઘરવાળાઓને કે પોલીસ સામે ચૂપ રહે.

રાજસ્થાનની 18 વર્ષની આભાએ થોડા દિવસ પહેલા પોતાની સામે મિડીયાના માઈક રાખીને કાનૂનના મોંઢા પર તમાચો માર્યો હતો. જોકે હવે તેને કાનૂનથી કોઈ ફરિયાદ નથી કે પોલીસથી નફરત નથી. સાથે કાનૂન અને પોલીસને પણ ડરવાની જરૂર નથી. કારણકે આભા હવે ક્યારેય નહી બોલે. કારણકે તે હવે હંમેશને માટે શાંત થઈ ગઈ છે.

તમામ મિડીયાકર્મીઓને બોલાવીને પોતાની અંતિમ વાત કહીને થોડા કલાકમાં જ આભાએ પોતાની જીદગીનો અંત આણ્યો હતો. આભાના જીવતે જીવ તેની જે વાત કોઈએ ન સાંભળી, પરંતુ તેની કહાની સામે આવતા જ ધમાલ મચી ગઈ છે. જે આભા જીવતી હતી ત્યારે પોતાના અને પોતાની ભાભી માટે ન્યાય માંગી રહી હતી. હવે એ ઉંઘી રહેલી શાંત આભાને ન્યાય અપાવવા માટે તેની અર્થી સાથે આખુ ગામ હાલ એક પોલીસ સ્ટેશનની બહાર બેઠું છે.

આભા ભલે મૃત્યુ પામી છે, પરંતુ મોત બાદ પણ ની લાશની આજુબાજુ ઉઠતો અવાજ હજી પણ બહેરા મુંગા કાનૂન અને ન્યાયને જગાડવાની કોશિષ કરી રહ્યો છે.

2017 માં એક ફિલ્મ આવી હતી કાબિલ. ફિલ્મનો હીરો રિતીક રોશન અને હિરોઈન યામી ગૌતમના પાત્રો નેત્રહીન હતા. ફિલ્મમાં એક કોર્પોરેટરનો પુત્ર ફિલ્મની હિરોઈન યામી પર બળાત્કાર ગુજારે છે. રિતીક અને યામી પોલીસ સ્ટેસન જઈને રિપોર્ટ લખાવે છે. પરંતુ પોલીસ કંઈ કરતી નથી. ત્યારબાદ નફ્ફટ કોર્પોરેટરનો દિકરો ફરીથી યામીના ઘરમાં ઘુસીને તેની પર બળાત્કાર ગુજારે છે. હવે કાનૂન અને સિસ્ટમથી હારી ગયેલી યામી આપઘાત કરી લે છે.

બસ આભાની વાર્તા પણ તેનાથી અલગ નથી.બસ ફર્ક એટલો છે કે આ કહાનીમાં કાનૂન આંધળો નીકળ્યો. આ આંધળા કાનૂનને કારણે બે જમાને આપઘાત કરવો પડ્યો. હા. આભાની પહેલા તેની ભાભી સ્વાતીને પણ કાનૂન અને પોલીસ પાસેથી તેના સળગતા સવાલોના જવાબ ન મળ્યા ત્યારે તેણે આગમાં ઝંપલાવીને જીવ આપી દીધો. આ વાત ફક્ત બે મોતની વાત નથી, પરંતુ ખાખી, ખાદી, કાનૂન, ઈન્સાફ અને સિસ્ટમ દરેકના મોઢા પર એક તસતસતો તમાચો છે.

આ બનાવની વિગત મુજબ 3 એપ્રિલ 2024ની સવારે રાજસ્થાનના શ્રીગંગાનગર જીલ્લાના સૂરતગઢ વિસ્તારમાં એક રિપોર્ટરને આભા ફોન કરે છે. તેણે રિપોર્ટને કહ્યું કે તેને મિડીયાના માધ્યમથી કંઈક કહેવું છે. આથી રિપોર્ટર અન્ય ત્રણ ચેનલના રિપોર્ટર સાથે આભાના ઘરે પહોંચે છે. જ્યાં આભા તેની વાત કરે છે.

વાતની શરૂઆત એક વર્ષ પહેલાથી થાય છે. આભાની ભાભી સ્વાતિ કોલેજમાં ભણતી હતી. ઘરથી કોલેજ તે બસમાં અવરજવર કરતી હતી. બસમાં અન્ય ત્રણ યુવકો પણ કોલેજ જતા આવતા હતા. જેમના નામ છે અશોક, લાલચંદ અને શ્યોચંદ. જેમાં શ્યોચંદ રાજસ્થાનના કેબિનેટ મંત્રી સુમિત ગોદારાનો સંબંધી છે. બસમાં સ્વાતી સાથે તેમની મિત્રતા થાય છે. એક દિવસ ત્રણેય જણા સ્વાતી સાથે જબરજસ્તી કરે છે. આ પળો તેઓ મોબાઈલમાં રેકોર્ડ પણ કરી લે છે. જેથી સ્વાતી પોલીસ અને ઘરમાં મોઢુ ન ખોલે. ધમકી આપીને તેમણે સ્વાતીને છોડી દીધી. બે બાળકોની માતા સ્વાતી આ બનાવથી ડરી ગઈ. તેને લાગ્યું કે જો વિડીયો તેના ગામ અને સાસરીમાં પહોંચશે તે તેની શાદીશુદા જીંદગી ખતમ થઈ જશે. આથી તે ચૂપ થઈ ગઈ. ત્યારબાદ સ્વાતી સાથે આ સિલસીલો મહિનાઓ સુધી ચાલતો રહ્યો. ઈજ્જતને કારણે સ્વાતી ખામોશ હતી.

પરંતુ અચાનક ત્રણેય યુવકો સ્વાતીને ધમકી આપે છે કે તે હવે તેની નણંદ આભાને મળવા બોલાવે. તેની સાથે ફોન પર વાત કરાવે. નહીતર વિડીયો લીક કરી દેશે. સ્વાતી પોતાનું ઘર તુટવાના ડરથી આભાને સમગ્ર વાત કહી દે છે. હવે સ્વાતી સાથે સાથે તેની નણંદ આભા પણ પુરી રીતે ત્રણેય સુવકોની જાળમાં ફસાઈ જાય છે. આભા નહોતી ઈચ્છતી કે તેની ભાભીની જીંદગી ખરાબ થાય. જોકે તે પોતે જાણી ચુકી હતી કે તેની પોતાની જીંદગી ખરાબ થઈ ચુકી છે. આ સિલસિલો પણ મહિનાઓ સુધી ચાલતો રહ્યો. ઘરની આબરૂ માટે બન્ને ચૂપ હતી.

પરંતુ 23 ડિસેમ્બર 2023ના રોજ જ્યારે સ્વાતી અને આભા ઘરે પરત જઈ રહી હતી ત્યારે રસ્તામાં ત્રણેય યુવકો સામે આવી જાય છે. આ વખતે ત્રણેય પહેલી વાર એક સાથે બન્નેની આબરૂ લૂંટે છે. સ્વાતી પોતાની સાથે નણેદની આબરૂ લૂંટાતી પણ જોઈ રહી હતી. તેનાથી આ સહન ન થયું. ત્યારબાદ તે જ રાત્રે સ્વાતીએ પોતાની પર પેટ્રોલ છાંટીને જીવતી સળગી ગઈ. જોકે તેની સાસુ તથા અન્ય લોકોની નજર તેની પર પડી. તેમણે તાત્કાલિક આગ ઓલવી નાંખી. જોકે ત્યાં સુધીમાં સ્વાતી 80 ટકા દાઝી ચુકી હતી. સારવાર દરમિયાન 23 ફેબ્રુઆરીએ સ્વાતીએ અંતિમ શ્વાસ લીધા.

બીજીતરફ સ્વાતીના ઘરવાળાઓએ સાચી હકીકત જાણ્યા વિના સાસરીયાઓ પર તેને સળગાવી દેવાનો આરોપ લગાવ્યો. જેને કારણે પોલીસે સ્વાતીના પતિ અને નણંદ આભા સહિત તમામ ઘરવાળાઓ પર ગુનો દાખલ કરી દીધો. જોકે મરવાની થોડી ક્ષણો પહેલા સ્વાતીએ ગામવાળાઓ સામે એવું નિવેદન આપ્યું હતું કે તેનો પતિ, નણંદ અને સાસરીયાઓ બેગુનાહ છે. તેણે આબરૂ માટે પોતે જ આગ લગાવી હતી. સ્વાતીના મોત બાદ આભાએ પણ હિંમત એકઠી કરીને ઘરવાળાઓને સમગ્ર હકીકત જણાવી દીધી.

બાદમાં આભા ત્રણેય બદમાશ યુવકો વિરૂધ્ધ ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ. બસ અહીંતી જ આંધળા કાનૂનની આંધળી કહાનીની શરૂઆત થઈ. પોલીસ પહેલા પોલીસ પર દબાણ લાવે છે કે તે એક કે બે યુવકોના જ નામ આપે, ત્રણેયના નહી. ખાસ કરીને એ યુવકનું નામ તો નહી જ, જે રાજ્ય મંત્રીનો સંબંધી છે. મતલબ કે પોલીસ પોતે જ નક્કી કરી રહી હતી કે કયા બળાત્કારીને છોડવો છે અને કોને બચાવવાનો છે. એટલું જ નહી આ ત્રણેય યુવકોની ધરપકડ કરવાને બદલે ઉલ્ટુ આભાને આ વિસ્તારના ડીએસપી એવી રીતે સવાલ પુછતા હતા જે સાંભળીને આભાને લાગતું હતું કે જાણે એકવાર ફરીથી તેની પર બળાત્કાર થઈ રહ્યો છે.

આંધળા કાનૂનના આંધળાપણાનો તમાશો હજી પુરો નથી થયો. આભા સાથે ગેંગરેપ થયો હતો. સાવ્ભાવિક છે મેડિકલ રિપોર્ટથી સત્ય સામે આવી જવાની હતી. પરંતુ કાનૂને પોતાના હિસાબથી નચાવનારા ડેપ્યુટી એસપી અને તેમના બહાદૂર પોલીસવાળાઓની બેશરમી જુઓ કે મેડિકલ ટેસ્ટ માટે આભાને તેના ગામથી શ્રીગંગાનગર એકલી જ હોસ્પિટલ મોકલે છે, જે દિવસે હોસ્પિટલમાં રજા હતી. કોઈ ડોક્ટર પણ ન હતા. હજી બેશરમી ખતમ નથી થઈ. બીજે દિવસે આભા પોતાના ગામથી શહેરની એક હોસ્પિટલ પહોંચે છે. જેમાં તેને થોડી વાર લાગે છે. મોડુ થતા તેની સાથે એવો વ્યવહાર કરાય છે જાણે તે રેપ વિક્ટિમ નહી પણ પોતે રેપિસ્ટ છે. હોસ્પિટલના ડોક્ટર પણ એવી જ રીતે કાનૂનો તમાશો બનાવે છે. આભા ભણેલી હતી. તેણે નિર્ભયાની કહાની પણ સાંભળેલી હતી. તેને લાગ્યું કે હવે દેશ બદલાઈ ચુક્યો છે. પોલીસવાળા કોઈ બળાત્કારીને છોડશે નહી.  તે ગનેગારોને સજા અપાવવા માંગતી હતી. પરંતુ આભાની આ જીદ પોલીસને ખટકી રહી હતી. હાલત એવી થઈ કે આભાની ભાભીના એ કેસની ધમકી આપીને જેણે ખુદ મરતા પહેલા તેની ભાભી જુઠ્ઠુ સાબિત કરી ચુકી હતી, પોલીસવાળા ઉલ્યુ આભા અને તેના પરિવારજનોને જેલ મોકલવાની ધમકી આપવા લાગ્યા.

પરંતુ આભા જેટલુ લડી શકતી હતી તેટલું લડી. તેની લડાઈ સામે કાનૂનને પણ ઝુકવું પડ્યું. ત્રણમાંથી બે આરોપી સામે ગેંગરેપનો ગુનો દાખલ કરી તેમને જેલ પણ મોકલી દીધા. પરંતુ ત્રીજા અને સૌથી વધુ મજબૂત આરોપી સામેની લડાઈ ચાલુ હતી. કેમકે ત્રીજો આરોપી રાજ્યના એક મંત્રીનો સંબંધી હતો. આથી પોલીસે પોતાની સંપૂર્ણ ફરજ નિભાવતા તેને આ કેસથી દૂર કરી દીધો. તેને સજા અપાવવા પણ આભા લડતી રહી. પણ આ લડાઈમાં તેને કોઈ સાથ નહોંતુ આપતું. ઉલ્યુ તેને કારણે ઘર અને ઘરના લોકોની મુસ્કેલીઓ વધી રહી હતી. આ વાતનો અહેસાસ આભાને થવા લાગ્યો હતો.

અંતે 3 એપેર્લ 2024ના રોજ તેણે અંતિમ ફેંસલો લઈ લીધો. તે પોતાની તિમ વાત મિડીયા દ્વારા દેશમાં પહોંચાડવા માંગતી હતી. આથી તેણે 3 એપ્રિલના રોજ સવારે ચાર રિપોર્ટરોને ફોન કર્યો. તમામ રિપોર્ટર કેમેરામેન સાથે આભાના ઘરે આવે છે અને તેની વાત સાંભલે છે. બાદમાં તે આભાના ઘરેથી રવાના થાય છે.

બીજીતરફ મિડીયા સાથે વાત કરીને આભા અંદાજે 12 કલાક બાદ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો. ફાંસી લગાવતા પહેલા તે પોતાના હાથની નસ પણ કાપી લે છે. આભા પોતાના બચવાની કોઈ ગુંજાઈશ છોડવા માંગતી ન હતી.

આભા અને તેની ભાભીના મોતની સચ્ચાઈ ગામ અને ગામની બહાર પહોંચી ત્યારે લોકોનો નજરીયો જ બદલાઈ ગયો. હવે એ જ લોકો તેમની લડાઈને પોતાની લડાઈ સમજીને પોલીસ સામે રોડ પર ઉતરી આવ્યા. પોલીસને પણ અહેસાસ હતો કે આભા અને સ્વાતીના અસલી જવાબદાર ત્રણ આરોપી સિવાય પોલીસ પણ છે. જેને પગલે પોલીસ પાસે પણ પોતાનો બેશરમ ચહેરો છુપાવવાનો કોઈ રસ્તો ન બચ્યો. મજબૂરીને કારણે તેમને ત્રીજા આરોપીની ધરપકડ કરવી પડી. આભાના મોતના 24 કલાક બાદ પોલીસે ત્રીજા આરોપીની ધરપકડ કરી જેને પોલીસ અત્યારસુધી ભગાડતી અને બચાવતી રહી હતી.

સવાલ એ છેકે આભાએ પોતાનો જીવ આપ્યો ન હોત તો શું આ ત્રીજો આરોપી પકડાયો હોત ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા