Not Set/ 14 એપ્રિલથી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો ઉપરાંત લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,તમામ જાહેર ઉજવણી પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે સરકારને કડક શબ્દોમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલન કરવા અંગે સૂચનો આપ્યા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી ગઇ છે. ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે

Top Stories Gujarat
cm today 2 14 એપ્રિલથી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો ઉપરાંત લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,તમામ જાહેર ઉજવણી પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે સરકારને કડક શબ્દોમાં કોરોનાની માર્ગદર્શિકાના પાલન કરવા અંગે સૂચનો આપ્યા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી ગઇ છે. ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરનો ઉધડો લીધો હતો. જેના પગલે મુખ્યમંત્રી રૂપાણીની સરકારો દ્વારા કેટલાક નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે.હાઈ કોર્ટે કરેલા સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફની હાજરી તેમજ લગ્ન સમારંભોમાં પણ 50 ટકા લોકો જ હાજર રહી શકે તેને સરકારે અમલમાં મૂક્યા છે.તેમજ એપ્રિલ અને મેમાં તમામ ધાર્મિક તહેવારોની જાહેરમાં ઉજવણી પર રાજ્ય સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે.

નવી માર્ગદર્શિકા / 14 એપ્રિલથી સરકારી અને પ્રાઇવેટ ઓફિસો ઉપરાંત લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,તમામ જાહેર ઉજવણી પર પ્રતિબંધ

મુખ્યમંત્રી રૂપાણી એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી.14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે.મુખ્યમંત્રી રૂપાણીએ  સ્પષ્ટ શબ્દોમાંજણાવ્યું છે કે, ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. એપ્રિલ મે સુધીના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરવાનું નોટિફિકેશન કર્યું છે.જેની તમામ લોકોએ અમલવારી કરવાની રહેશે.

મોકૂફ / કોરોનાને કારણે 25 એપ્રિલના રોજ યોજાનારી શિક્ષણ બોર્ડની ચૂંટણી મોકૂફ

દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે કેટલાકના મૃત્યુ પણ થયા છે.સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.છેલ્લા 15 દિવસમાં 15 હજાર બેડ ઉભા કર્યા છે.60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં 11 હજાર બેડ કાર્યરત છે. વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ઉભા કરીશું. નવી હોસ્પિટલો એક્વાયર કરીને બેડની સંખ્યા વધારાશે. 100 જેટલા ડોમ ઉભા કર્યા છે. રોજ 30000 ટેસ્ટ થાય છે. હજારો લોકો ટેસ્ટની કામગીરી કરી રહ્યા છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથ છે. 104 અને સંજીવની રથની સંખ્યામાં ઉભા કર્યા છે. અમદાવાદમાં 1500 જેટલા સંજીવની રથ છે.

આઉટ ઓફ કંટ્રોલ / ગુજરાતમાં 55 લોકોને ભરખી ગયો કોરોના,6021 નવા સંક્રમિતો, મુખ્યમંત્રીની મોટી જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…