Not Set/ 1 જુનથી સોનીઓ માત્ર સોનાના દાગીના હોલમાર્ક વાળા જ વેચી શકશે

દેશના જવેલર્સ 1 જૂનથી સોનાના દાગીના હોલમાર્ક વાળા જ વેચી શકશે. કેન્દ્ર સરકાર પહેલી જૂનથી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવા જઇ રહી છે. અગાઉ આ નિયમ એક જાન્યુઆરીથી જ અમલમાં આવવાનો હતો પરંતુ જવેલર્સ અને તેમના સંગઠનોએ મુદત લંબવવાની માગી કરી હતી. તેથી સરકારે હોલમાર્કિંગનો અમલ 6 મહિના સુધી મોકૂફ રાખ્યું હતું. સરકારે નવેમ્બર 2019માં […]

Business
Untitled 194 1 જુનથી સોનીઓ માત્ર સોનાના દાગીના હોલમાર્ક વાળા જ વેચી શકશે

દેશના જવેલર્સ 1 જૂનથી સોનાના દાગીના હોલમાર્ક વાળા જ વેચી શકશે. કેન્દ્ર સરકાર પહેલી જૂનથી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવા જઇ રહી છે. અગાઉ આ નિયમ એક જાન્યુઆરીથી જ અમલમાં આવવાનો હતો પરંતુ જવેલર્સ અને તેમના સંગઠનોએ મુદત લંબવવાની માગી કરી હતી. તેથી સરકારે હોલમાર્કિંગનો અમલ 6 મહિના સુધી મોકૂફ રાખ્યું હતું. સરકારે નવેમ્બર 2019માં ગોલ્ડ જ્વેલરી અને ડિઝાઇન માટે હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દીધું હતું.

દેશના તમામ જ્વેલર્સે હોલમાર્કિંગ પર શિફ્ટ થવા અને બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ માં રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષથી વધુનો સમય આપ્યો હતો. બાદમાં જ્વેલર્સે આ સમયમર્યાદા વધારવાની માગ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને અંતિમ તારીખ 15 જાન્યુઆરીથી 1 જૂન 2021 કરવામાં આવી છે.

જો કેઇની પાસે હોલમાર્કિંગ વિનાનું સોનું હોય તો ચિંતાની જરુર નથી.1 જૂન 2021 પછી તે સોનું એક્સચેન્જ કરી શકાશે. ઉપરાંત જો તમે ઈચ્છો તો તે દાગીના પર જવેલર દ્વારા હોલમાર્કિંગ કરાવી શકાશે. BIS 5 વર્ષની લાઇસન્સ ફી 11,250 રૂપિયા લઇને જ્વેલર્સને આ લાઇસન્સ આપે છે. પછી જ્વેલર્સ હોલમાર્ક સેન્ટર પર જ્વેલરીની તપાસ કરાવીને કેરેટ પ્રમાણે હોલમાર્ક જારી કરાવે છે.

ઉલ્લંઘન બદલ 1 લાખનો દંડ 1 વર્ષની સજા

ગયા વર્ષે પસાર થયેલા BIS એક્ટ મુજબ, હોલમાર્કિંગના નિયમોને તોડનારાઓને લઘુતમ દંડ 1 લાખ રૂપિયા દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ છે.

નકલી દાગીનાથી બચવા હોલમાર્કિંગ

નકલી જ્વેલરીથી ગ્રાહકોને બચાવવા અને જ્વેલરીના બિઝનેસને મોનિટર કરવા માટે હોલમાર્કિંગ આવશ્યક છે. હોલમાર્કિંગનો ફાયદો એ છે કે જ્યારે તમે તેને વેચવા જાઓ ત્યારે કોઈપણ પ્રકારની ડેપ્રિસિએશન કોસ્ટ કાપવામાં નહીં આવે. એટલે કે તમે સોનાનો યોગ્ય ભાવ મેળવી શકશો. હોલમાર્કિંગમાં સોના ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, તેની શુદ્ધતામાં ગરબડ થવાની કોઈ શક્યતા નથી રહેતી.

ગોલ્ડ હોલમાર્કિંગ કેવી રીતે

2 ગ્રામથી વધુ જ્વેલરીને BIS પાસેથી માન્યતા પ્રાપ્ત સેન્ટરથી તપાસ કરાવીને તેની પર સંબંધિત કેરેટનો BIS માર્ક લગાવવાનું રહેશે. જ્વેલરી પર BISનું ત્રિકોણાકાર ચિહ્ન, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, સોનાની શુદ્ધતા લખેલી હશે. આ ઉપરાંત, ક્યારે જ્વેલરી બનાવવામાં આવી તેનું વર્ષ અને જ્વેલરનો લોગો પણ રહેશે. Gold Hallmark Jewelry

24 કેરેટનું સોનું 99.9% શુદ્ધ, પણ દાગીના બની શકતા નથી

સોનાની શુદ્ધતા કેરેટ અનુસાર હોય છે. 24 કેરેટનું સોનું સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. પરંતુ તેની જ્વેલરી બનાવવામાં નથી આવતી કારણ કે, તે ખૂબ નરમ હોય છે. સામાન્ય રીતે દાગીના બનાવવા 22 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 91.66% સોનું હોય છે.