Not Set/ સ્મશાન ઘાટ સંપૂર્ણ રીતે પેક છે, છતાય હું વ્યવસ્થા કરાવી આપીશ, પરંતુ ચાર્જ લાગશે 

કોરોના કાળમાં અંતિમ સંસ્કાર પણ બન્યો વ્યવસાય, આ કોર્પોરેટ કંપનીઓ આપી રહી છે  ઘણા પ્રકારના પેકેજ અને ઓફર્સ

India Trending
vijay nehara 6 સ્મશાન ઘાટ સંપૂર્ણ રીતે પેક છે, છતાય હું વ્યવસ્થા કરાવી આપીશ, પરંતુ ચાર્જ લાગશે 

કોરોના કાળમાં અંતિમ સંસ્કાર પણ બન્યો વ્યવસાય, આ કોર્પોરેટ કંપનીઓ આપી રહી છે  ઘણા પ્રકારના પેકેજ અને ઓફર્સ

કોરોના વાઇરસની બીજી લહેરે દેશભરમાં આતંક મચાવ્યો છે. દેશમાં કોરોનાના આંક રોજ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે. તો સત્યે દેશમાં કોરોનાનો મૃત્યુ આંક પણ સતત વધી રહ્યોછે. ત્યારે આ કળીયુગમાં કેટલાક લોકોએ તેને જ વ્યવસાય તરીકે અપનાવી લીધો છે અને કમાણી કરી રહ્યા છે.

Hindu Funeral Traditions - the Antim Sanskar or Antyeshti

કોરોના કારણે, દેશમાં સતત મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે. ત્યારે આલમ એ છે કે મૃતકોના અંતિમ સંસ્કારનો ધંધો શરૂ થયો છે. ઘણા મોટા શહેરોમાં મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવા અથવા દફન કરવા માટે કંપનીઓ ખુલી છે, જે કોર્પોરેટ શૈલીમાં કાર્યરત છે અને ગ્રાહકોને વિશાળ પેકેજ અને ઓફર પણ આપે છે. અંતિમ સંસ્કાર અને તેની બધી વ્યવસ્થા માટે 30 થી 40 હજાર રૂપિયા સુધીનાં પેકેજો ઉપલબ્ધ કરાવી રહી છે.

એક અહેવાલ મુજબ, આમાંથી એક કંપની ભારતના સાત શહેરોમાં સેવા આપી રહી છે. તેના મુખ્ય મથકમાં એક  ગ્રાહક સપોર્ટ ટીમ પણ છે. જે ગ્રાહકોની દરેક સુવિધાની સંભાળ રાખે છે, જ્યારે ફિલ્ડમાં  ફરતા મેનેજર કસ્ટમરની સર્વિસ નું ધ્યાન રાખે છે.

Vishwa Hindu Parishad will take responsibility for the funeral of persons including poor, farm laborers, tribals, dalits | ગરીબ,ખેતમજૂર,આદિવાસી, દલિત સહિતની વ્યક્તિઓના અંતિમ સંસ્કારની જવાબદારી ...

બેંગ્લોર સ્થિત અંતિમ સંસ્કાર અંતર્ગત સેવા આપતી કમ્પની ચેન્નઈ, દિલ્હી, જયપુર જેવા શહેરોમાં પણ સેવા આપી રહી છે.  હૈદરાબાદમાં તેના સિટી મેનેજર સંપત બંગારમે કહ્યું કે, અમે આખી પ્રક્રિયા હાથ ધરીએ છીએ. ગાડીનું સંચાલન કરવાથી, સ્મશાનમાં સ્લોટ બુક કરવાથી, અંતિમ સંસ્કાર માટે સામાન એકત્રિત કરવા માટે પંડિતની વ્યવસ્થા કરવાથી લઈને,  તમામ જવાબદારી અમે ઉપાડીએ છીએ. ”તેમણે કહ્યું કે, હૈદરાબાદમાં પેકેજનો રેટ 32 હજાર રૂપિયા છે.

કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મની જેમ, ગ્રાહકે પ્રથમ કંપનીના હોટલાઇન નંબર પર નોંધણી કરાવવાની રહે છે.  શહેરમાં આવેલા કંપનીના કાર્યકર્તા સ્થાનના આધારે તેમનો સંપર્ક કરે છે. અને પેમેન્ટ સીધું કંપનીના ખાતામાં કરવામાં આવે છે.

ભારે કરી કોરોનાએ તો ! / રાજધાની દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન

રાજકીય વિશ્લેષણ / TMC, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શક્તિ પ્રદર્શનથી દૂર રહ્યાં હોત તો બંગાળમાં કોરોનાના કેસ ઓછા હોત

હૈદરાબાદમાં અંતિમ સંસ્કારમાં સામેલ અન્ય એક કંપની, પણ આવું જ કાર્ય કરે છે.  કંપની ગોલ્ડ અને બેઝિક નામના બે પેકેજ આપે છે. કંપનીના એક્ઝિક્યુટિવ ટેલિફોન પર વધારે માહિતી આપતા ખચકાતા હતા. તેમણે કહ્યું, ‘અમે કોવિડ -19 દર્દીઓ માટે 30,000 રૂપિયા ચાર્જ કરી રહ્યા છીએ. તે એક જોખમી નોકરી છે અને સ્મશાનમાં સ્લોટ મેળવવું એ આજકાલ બહુ અઘરું થઈ ગયું છે.  વધુ પ્રશ્નો પૂછતાં તેમણે કહ્યું,” તમે અમને તમારું સ્થાન જણાવશો, અમારી એક્ઝિક્યુટિવ તમારી પાસે આવશે અને વિગતો આપીશું. “

બંને કંપનીઓએ અહેવાલ આપ્યો છે કે તેઓ દરરોજ 6 થી 10 ઓર્ડર મેળવી રહ્યા છે. ઘણા લોકોએ કોવિડ સંક્રમિતના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવા માટે સ્મશાન ઘાટ સાથે વાટાઘાટો કરીને આ કામમાં રોકાયેલા છે. આવા જ એક વ્યક્તિએ કહ્યું, “હું અંતિમ સંસ્કાર માટેની તમામ વ્યવસ્થા કરીશ.” સ્મશાન ઘાટ સંપૂર્ણ રીતે પેક છે. છતાય હું વ્યવસ્થા કરાવી આપીશ.  પરંતુ આ ચાર્જ 30 થી 40 હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે. ”ઘણી જગ્યાઓ પર, લોકો હોસ્પિટલોની બહાર ફરતા હોય છે, જે લોકો ફી લઇને ડેડબોડીના અંતિમ સંસ્કારમાં લોકોને મદદ કરી રહ્યા છે.

nitish kumar 10 સ્મશાન ઘાટ સંપૂર્ણ રીતે પેક છે, છતાય હું વ્યવસ્થા કરાવી આપીશ, પરંતુ ચાર્જ લાગશે