New Delhi News : ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 Summit 2026 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ હતી. બંને નેતાઓ લગભગ પાંચ મિનિટ સુધી ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ મુલાકાત છેલ્લા 16 મહિના બાદ થઈ હોવાથી તેને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
G7 Outreach Session દરમિયાન બંને નેતાઓ એકસાથે બેઠેલા પણ જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ, ટેરિફ, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

મેલોનીની ટિપ્પણી ફરી ચર્ચામાં
G7 Summit દરમિયાન ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni)અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે પણ અનૌપચારિક વાતચીત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ હસતાં કહ્યું કે, “ફરી મળીને સારું લાગ્યું, આપણે Instagram પર સૌથી ફેમસ છીએ.” તેમની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ બની રહી છે.
PM મોદીએ વિશ્વાસ આધારિત ભાગીદારી પર ભાર મૂક્યો

G7 સત્રમાં પોતાના સંબોધનમાં PM મોદીએ વૈશ્વિક સહયોગ અને વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આજની દુનિયામાં સંસાધનો કરતાં વિશ્વાસની વધુ અછત છે અને વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય પરસ્પર વિશ્વાસ પર નિર્ભર છે.
તેમણે Global South દેશોની અપેક્ષાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે માત્ર સહાય નહીં પરંતુ સમાન ભાગીદારીનો સમય છે. ભારત વિશ્વને એક પરિવાર માને છે અને વિકાસ ત્યારે જ સફળ બને છે જ્યારે તે લોકોની જરૂરિયાતો અને આશાઓ સાથે જોડાયેલો હોય.
G7 Summitમાં કયા દેશો સામેલ?
G7માં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને કેનેડાનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લે છે.
આ વર્ષે ભારત સહિત બ્રાઝિલ, ઇજિપ્ત, દક્ષિણ કોરિયા અને કેન્યા જેવા દેશોને વિશેષ આમંત્રિત દેશ તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત માટે આ G7 Summitમાં 13મી હાજરી છે, જ્યારે PM મોદી સાતમી વખત આ વૈશ્વિક મંચ પર ભાગ લઈ રહ્યા છે.

G7 Summitના મુખ્ય મુદ્દા
- વૈશ્વિક આર્થિક સહયોગ
- ભારત-અમેરિકા ટ્રેડ સંબંધો
- યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
- Global South દેશોની ભાગીદારી
- વૈશ્વિક સુરક્ષા અને વેપાર
G7 અને G20 વચ્ચેનો તફાવત
G7 વિશ્વના વિકસિત અર્થતંત્ર ધરાવતા સાત દેશોનું જૂથ છે, જ્યારે G20માં વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારના દેશોનો સમાવેશ થાય છે. G20 વૈશ્વિક અર્થતંત્ર પર વધુ કેન્દ્રિત છે, જ્યારે G7માં રાજકીય અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને પણ મહત્વ આપવામાં આવે છે.
