shastrinagar/ અમદાવાદના શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી, જાનહાનિ નહીં

અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી તેના પરથી મળ્યો હતો. અમદાવાદમાં શાસ્ત્રીનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી હતી.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 10T142009.891 અમદાવાદના શાસ્ત્રીનગરમાં હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી, જાનહાનિ નહીં

અમદાવાદ: અમદાવાદમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત થયા છે અને તેમાં કોઈ રિપેરિંગ કામકાજ થતું નથી તેનો વધુ એક પુરાવો હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી તેના પરથી મળ્યો હતો. અમદાવાદમાં શાસ્ત્રીનગર ખાતે આવેલા હાઉસિંગ બોર્ડના મકાનની ગેલેરી તૂટી હતી. તેના પગલે નાસભાગ મચી ગઈ હતી અને મોટો હોબાળો થયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ
ન હતી.

શાસ્ત્રીનગરના હાઉસિંગના મકાનો મ્યુનિસિપાલિટીની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. હવે જો આ ઘટનાને પ્રારંભિક સંકેત સમજીને યોગ્ય કાર્યવાહી શરૂ કરાય તો સારુ છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારોના લોકો પણ દોડી આવ્યા હતા અને હવે આ વિસ્તારમાં રહેતા લોકો રીતસરના ઉચ્ચક જીવે જીવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન આ એક બનાવમાંથી સુધ નહી લે અને હાઉસિંગ બોર્ડના વર્ષો જૂના મકાનોનો સ્ટ્રકચરલ રિપોર્ટ નહીં કઢાવે તો ભવિષ્યમાં તે કોઈ મોટી હોનારતને આમંત્રણ આપશે તે સુનિશ્ચિત છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાના તાળા મારવા જવાના બદલે કોર્પોરેશન પાણી પહેલા પાળ બાંધવાનું વલણ અપનાવે તો કમસેકમ બિનજરૂરી જાનહાનિ થતી અટકશે અને તેના કામની પમ બોલબાલા થશે. અમદાવાદ સહિત હાઉસિંગ બોર્ડના કેટલાય મકાનોની જર્જરિત સ્થિતિ છે અને કોર્પોરેશનનો મકાન વિભાગ આ મોરચે સક્રિય થાય તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ