Not Set/ ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં હત્યા મામલો, આરોપીને ફટકારી સજા આજીવન કેદ

  ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં બે વર્ષ પૂર્વે થયેલાં મર્ડર કેસમાં ગાંધીધામ કૉર્ટે આરોપીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. હત્યાનો બનાવ 16મી ઓક્ટોબર 2016નાં રોજ બન્યો હતો. આરોપી મિથુન વાલજી રોશીયા જયશ્રી નામની યુવતીને સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં મળવા આવ્યો હતો. જયશ્રીના અગાઉ મુંદરામાં લગ્ન થયા હતા અને પતિ સાથે મતભેદોથી […]

Top Stories Gujarat Trending
asasdassadasdsadsadsadd 6 ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં હત્યા મામલો, આરોપીને ફટકારી સજા આજીવન કેદ

 

ગાંધીધામના મહેશ્વરીનગર ઝુંપડામાં બે વર્ષ પૂર્વે થયેલાં મર્ડર કેસમાં ગાંધીધામ કૉર્ટે આરોપીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો.

હત્યાનો બનાવ 16મી ઓક્ટોબર 2016નાં રોજ બન્યો હતો. આરોપી મિથુન વાલજી રોશીયા જયશ્રી નામની યુવતીને સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં મળવા આવ્યો હતો.

જયશ્રીના અગાઉ મુંદરામાં લગ્ન થયા હતા અને પતિ સાથે મતભેદોથી તેણે છૂટાછેડાં લીધા હતા. તે પોતાની નાનકડી પુત્રી સાથે પિતાના ઘરે રહેતી હતી. આરોપી મિથુન તેના એકતરફી પ્રેમમાં પડી ગયો હતો.

જે દિવસે તે જયશ્રીને મળવા આવ્યો તે સમયે જયશ્રીના પિતા લાલજીભાઈ બગડા ઘરે હાજર હતા અને તેમણે મિથુનને જયશ્રી સાથે વાત કરવાનીના પાડી દઈ ઘરમાંથી જતા રહેવા જણાવ્યું હતું.

મિથુન ત્યારે જયશ્રીના ઘરેથી ચાલ્યો ગયો હતો. એક કલાક બાદ લાલજીભાઈ ઈફકો કંડલા ખાતે નોકરી પર જવા નીકળ્યા ત્યારબાદ મિથુન ફરી તેમના ઘરે આવ્યો હતો. ઘરમાં એકલી રહેલી જયશ્રી પર ઉશ્કેરાઈને મિથુને છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.