Gandhinagar/ કોરોનાનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિરને લઈ લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં દિવાળી પત્યા પછી જાણે કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય એમ જ દરોરોજ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ સમયે એક બાજુ જ્યાં અમદાવાદમાં તો કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે,

Top Stories Gujarat Others
a 199 કોરોનાનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિરને લઈ લેવાયો મોટો નિર્ણય

ગુજરાતમાં દિવાળી પત્યા પછી જાણે કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય એમ જ દરોરોજ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ સમયે એક બાજુ જ્યાં અમદાવાદમાં તો કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે,

આ સમયમાં રાજ્યમાં કોરોનાના કેસો વધતા ધાર્મિક સ્થળોમાં ભક્તોની ભીડ ભેગી ના થાય તે માટે સાવચેતાની ભાગ રૂપે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને લઈને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર પણ 20 નવેમ્બર રાત્રિથી 23 નવેમ્બર સુધી બંધ રહેશે.

અક્ષરધામ મંદિરમાં શનિવાર અને રવિવારે રજાના દિવસ હોવાથી ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે આવતી હોય છે, તાય્રે સાવચેતીના ભાગરૂપે ગાંધીનગર અક્ષરધામ મંદિર સહિતના ધાર્મિક સ્થળોને 20 નવેમ્બર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.