Gandhinagar/ અક્ષરધામ મંદિર આ તરીખથી ભક્તો માટે મુકાશે ખુલ્લું

દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું.

Gujarat Others
a 297 અક્ષરધામ મંદિર આ તરીખથી ભક્તો માટે મુકાશે ખુલ્લું

દિવાળી બાદ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા તકેદારીના ભાગરુપે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે BAPS સંસ્થા દ્વારા મંદિરને પુન: ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવીએ કે અક્ષરધામ મંદિરને 1 ડિસેમ્બરથી સાંજે 4 થી 7:30 કલાક દરમિયાન ખુલ્લુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે બાદ અક્ષરધામ મંદિરને આઠેક મહિના બાદ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું.

આ દરમિયાન પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતુ. જો કે તે સમે અક્ષરધામમાં આકર્ષણનું કેન્દ્ર રહેલા પ્રદર્શનને બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર મંદિરમાં દર્શન જ ચાલુ રાખવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન પણ દીવાઓથી મંદિરને શણગારવામાં આવ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…