Amazing/ ‘ગાંધીનગર કેપિટલ’ – રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ

ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેેશન આકાર લઈ રહ્યુ છે, પણ આ રેલવે સ્ટેશન દેશના અન્ય રેેલવે સ્ટેશન કરતા ઘણુ અલગ છે. આ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેેક અને અદ્યતન સુવિધાઓ ઉપરાંત દેશ માટે ગૌરવપૂર્ણ કહી શકાય

Top Stories Gujarat
222 'ગાંધીનગર કેપિટલ' - રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ
@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ – ગાંધીનગર
ગાંધીનગરમાં અદ્યતન રેલવે સ્ટેશન આકાર લઈ રહ્યુ છે, પણ આ રેલવે સ્ટેશન દેશના અન્ય રેેલવે સ્ટેશન કરતા ઘણુ અલગ છે. આ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક અને અદ્યતન સુવિધાઓ ઉપરાંત દેશ માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી એેક હોટલ પણ બની રહી છે. આ હોટલની વિશેષતા એે છે કે રેલવે ટ્રેક પરના એર સ્પેસમાં તે હોટલ બની રહી છે અને ટુંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરવાના છે. આ રેલવે સ્ટેશન અને હોટલના પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017માં ખાતમુર્હુત કર્યુ હતુ. અગાઉ આ પ્રોજેક્ટ 2019 સુધીમાં તૈયાર થઈ જવાનો અંદાજ હતો પણ પાછળથી પ્રોજેક્ટની ડિઝાઈન અને સાઈઝમાં મોટા પાયે ફેરફાર કરાયા અને કોરોના મહામારી પણ નડી ગઈ. જેના કારણે પ્રોજેક્ટ મોડો થયો છે. જાેકે 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનું ઉદઘાટન કરે તેવી સંભાવના છે અને તેના પગલે પ્રોજેક્ટ સ્થળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
શુ છે ગાંધીનગર કેપિટલની ખાસિયત ?
ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પુનઃનિર્માણની સાથે સાથે આ રેલવે સ્ટેશનના એર સ્પેસ પર બની રહી છે ફાઈવસ્ટાર હોટલ. નવનિર્મિત રેલવે સ્ટેશનને ગાંધીનગર કેપિટલ નામ આપવામાં આવ્યુ છે અને હોટલનું સંચાલન કરશે ‘લીલા એસોસિએટ્સ’.ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર 3 પ્લેટફોર્મ અને 4 ટ્રેક આવેલા છે. રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલ્સ, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ હશે. અન્ય રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ હોય છે પણ ગાંધીનગર કેપિટલમાં સબ-વેનું નિર્માણ કરાયુ છે. ગ્રીન રેલવે સ્ટેશન તરીકે સમગ્ર રેલવે સ્ટેશનને વિકસાવાશે. એરપોર્ટની માફક ચેક-ઈન અને ચેક-આઉટ મોડલ પર પ્રવાસીઓ માટે સુવિધાઓ ઊભી કરાશે. રેલવે સ્ટેશન સીસીટીવી કેમેરાથી સજજ રહેશે.
Screenshot 2021 01 06 204347 'ગાંધીનગર કેપિટલ' - રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ
રેલવે સ્ટેશન પર બનેલુ છાપરુ એશિયાના ટોપ ફાઈવમાં સ્થાન લેશે
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનની વધુ એક ખાસિયત એ છે કે આ રેલવે  ટ્રેક પર જે છાપરુ બનાવવામાં આવશે તેની લંબાઈ 109 મીટર હશે. આ છાપરુ એશિયામાં ટોપ ફાઈવ રુફ ટોપમાં ગણાશે. કેમકે સામાાન્ય ર રીતે અન્ય રેલવે સ્ટેશન પર 25 થી 30 મિટર સુધીના રુફ ટોપ હોય છે.
 IBMS કંટ્રોલ સિસ્ટમ
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને સિંગલ વિન્ડો કંટ્રોલ સિસ્ટમથી હેન્ડલ કરાશે. ઈન્ટેલિજન્ટ બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ (IBMS) ની ખાસિયત એ છે કે રેલવે સ્ટેશન પર ક્યાંય પણ કોઈ લાઈટ ચાલુ-બંધ કરવી હોય કે પછી એસી ચાલુ રહી ગયુ હોય તો તે તમામ ગતિવિધી માત્ર એક કંટ્રોલ રુમ ખાતેથી ઓપરેેટ કરી શકાશે.
2225 'ગાંધીનગર કેપિટલ' - રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ
ફાઈવ સ્ટાર હોટલની વિશેષતાઓ
રેલવે ટ્રેક અને રેલવે સ્ટેશન ઉપરના એર સ્પેસમાં તૈયાર થયેલી ફાઈવ સ્ટાર હોટલમાં 318 રુમ હશે. આ હોટલમાં બે રેસ્ટોરન્ટ અને એક કોફી શોપ પણ હશે. 35,400 સ્કવેર મીટરમાં ફેલાયેલી આ હોટલમાં 12 માળ અનેે ચાર ટાવર બનશે. રુમ સાઈઝ 37 સ્કવેેેર મિટરની રહેશે અને એક સર્વિસ ફ્લોર પણ રહેશે. ડિલક્સ, સુપર ડિલક્સ અને સ્યુટની કેટેગરીના રુમ રહેશે. આ પ્રકારે રેલવે ટ્રેક પરના એર સ્પેસમાં તૈયાર થનારી આ હોટલ દેશની સૌપ્રથમ હોટલ હશે. અમેરિકા જેવા વિકસિત દેશોમાં જ આ પ્રકારે રેલવે ટ્રેક પર બિલ્ડીંગ તૈયાર થાય છે.
હોટલ કરાવશે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી
ફાઈવ સ્ટાર હોટલમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી થાય તે પ્રકારની ડિઝાઈન કરવામાં આવશે. પાટણના પટોળા, સીદી  સૈયદની ઝાળી સહિતના પ્રચલિત ધરોહરની ઝાંખી કરાવતુ બાંધકામ  તૈયાર કરાશે.
01 'ગાંધીનગર કેપિટલ' - રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ
રેલવે સ્ટેશન પરની હોટલના ડેક ફ્લોર પર ચાલતી બાંધકામ ની કામગીરી
બિલ્ડીંગની લાઈફ છે 100 વર્ષની
રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલના બિલ્ડીંગને ભુકંપપ્રુફ બનાવવામાં આવ્યુ છે. આ બિલ્ડીંગની લાઈફ 100 વર્ષ સુધી રહે તે પ્રકારે મજબુત બાંધકામ કરાશે. આ માટેે વિશ્વભરના આઠ ટોચના કન્સલટન્ટ આ પ્રોજ્કટમાં કામે લગાડાયા છે. ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશના એક્સપર્ટ કન્સલટન્ટસ આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા છે.
Screenshot 2021 01 06 204239 'ગાંધીનગર કેપિટલ' - રેલવે સ્ટેશનનાં એર સ્પેઇસ પર ફાઇવ સ્ટાર હોટલ
રેલવે ટ્રેક નીચે બનશેે અંડરપાસ
આ પ્રોજેક્ટની વધુ એક ખાસિયત એ છે કે રેલવે ટ્રેકની નીચે એક અંડરપાસ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ મહાત્મા મંદિરની બાજુમાં આકાર લઈ રહ્યો છે અને મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સહિતની ઈવેેેન્ટસ યોજાય છે જેમાં સતત વિદેેશી મહેેમાનોની આવન જાવન થાય છે. આ વિદેશી મહેમાનોને મહાત્મા મંદિરથી સીધો જ ફાઈવ સ્ટાર હોટલ અથવા રેલવે સ્ટેશન સુધીનો સીધો જ એક્સેસ મળે તે માટે રેલવે ટ્રેક નીચે ખાસ અંડરપાસ તૈયાર કરાશે.
કોણ તૈયાર કરી રહ્યુ છે આ પ્રોજેક્ટ ?
આશરે રુપિયા 650 કરોડથી વધુની કિંમતના આ અનોખા પ્રોજેક્ટ માટે ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ  કોર્પોરેશન (IRSDC) અને ગાંધીનગર રેલવેે એન્ડ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના  (GARUDA) ના સહયોગથી આ પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે.  GARUDA એ રાજ્ય સરકાર અને કેન્દ્રિય રેલ મંત્રાલયનું સંયુક્ત સાહસ છે જેમાં બંનેનો ઈક્વિટિ શેર હોલ્ડિંગ રેેશિયો અનુક્રમે 74:26 છે. આ પ્રોજેક્ટના બાંધકામમાં કુનાલ કનસ્ટ્રક્શન સહિત 11 જેટલા અન્ય કોન્ટ્રાક્ટર્સ પણ જાેડાયેલા છે જે યુદ્ધના ધોરણે આ પ્રોજેક્ટને આખરી ઓપ આપવાની તૈયારીમાં લાગેલા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…