Vaccine/ દેશમાં વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ, CM રુપાણી 15 દિવસ બાદ લેશે રસી

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી આ કોરોનાની રસી 15 દિવસ બાદ લેશે.આ માટે એક કારણ જવાબદાર છે,

Gujarat Others
corona 178 દેશમાં વેક્સીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ, CM રુપાણી 15 દિવસ બાદ લેશે રસી

દેશમાં 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. વેક્સીનેશનના બીજા તબક્કામાં દેશના 60 વર્ષથી મોટી વયના લોકો કોરોનાની રસી આપવામાં આવશે, ત્યારે આ તબક્કામાં ઉપરાષ્ટ્રપતિ, પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ રસી લીધી લેશે. કોરોનાના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદીએ પણ કોરોનાની રસી લીધી હતી.

આ પણ વાંચો : Live Update: અમરેલી જિલ્લામાં AAP ની એન્ટ્રી થતા ભાજપ- કોંગ્રેસમા છવાયો સન્નાટો

જો કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી આ કોરોનાની રસી 15 દિવસ બાદ લેશે.આ માટે એક કારણ જવાબદાર છે, તે છે વિજય રૂપાણીને હાલમાં જ કોરોના થયો હોવાથી તે હાલમાં વેક્સિન નહીં લે. આ માટે આરોગ્ય વિભાગની ટીમે મુખ્યમંત્રીને 15-20 દિવસ બાદ વેક્સિન લેવા સૂચના આપી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં પોલીસે ખાખી વર્ધી પર લગાવ્યું લાંછન, કર્યું એવું પછી મામલો બિચક્યો

તમને જણાવી દઈએ કે, સોમવારથી શરુ થયેલા વેક્સીનેશનના બીજા તબક્કાની શરૂઆત સાથે જ સીએમ રુપાણીના પત્ની કોરોનાથી રસી લઈ ચુક્યા છે અને તેઓએ લોકોને વેક્સીન સલામત હોવાનો પણ સંદેશો આપ્યો છે.