Not Set/ ગાંધીનગરઃ CM રૂપાણીએ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈ, વરસાદી માહોલની સમીક્ષા કરી 

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ વર્ષી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.  ત્યારે રાજ્યના  મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્ટેટ ડિઝાસ્ટર સ્ટેન્ટરની મુલાકાત લીધી હતી. અને અધિકારીઓ સાથે વરસાદની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદ […]

Top Stories Gujarat
Capture ગાંધીનગરઃ CM રૂપાણીએ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈ, વરસાદી માહોલની સમીક્ષા કરી 

રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગના જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ વર્ષી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.  ત્યારે રાજ્યના  મુખ્યમંત્રી વિજય રુપાણીએ સ્ટેટ ડિઝાસ્ટર સ્ટેન્ટરની મુલાકાત લીધી હતી. અને અધિકારીઓ સાથે વરસાદની સમીક્ષા કરી હતી. ત્યાર બાદ પત્રકાર પરિષદ યોજી પત્રકારોને વરસાદ અંગેની માહિતી આપી હતી.

varsad ગાંધીનગરઃ CM રૂપાણીએ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈ, વરસાદી માહોલની સમીક્ષા કરી 

વરસાદની માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઘણા જીલ્લામાં પુરની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. વરસાદના કારણે રાજ્યના 17 ડેમ 100 ટકા ભરાઈ ચુક્યા છે. તો સરદાર સરોવર ડેમ ઓવર ફલો થઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજકોટમાં 17 ઇંચ વરસાદ નોધાયો છે. તો તેની સાથે જ રોજકોટમાં આર્મી ટીમને મોકલવામાં આવી છે. વરસાદને પહોંચી વળવા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. મોરબીમાં 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સુરત અને દક્ષીણ ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉકાઈ ડેમ પણ ઓવેર ફલો થઇ રહ્યો છે.

અત્યાર સુંધી મળતી માહિતી અનુસાર 11 લોકોના વરસાદને કારણે મોત થયા છે, તો 6000 લોકોનું વરસાદના પાણીને લઈને સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

રાજ્ય માં છેલ્લા 60 ટકા જેટલો લાઈવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.