Gujarat/ રિપબ્લિક ડે પહેલા ગુજરાત ATSને મળી મોટી સફળતા, 1997થી ફરાર દાઉદનો આ ખાસ સાગરિત ઝડપાયો

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના વર્ષો  જુના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat
a 402 રિપબ્લિક ડે પહેલા ગુજરાત ATSને મળી મોટી સફળતા, 1997થી ફરાર દાઉદનો આ ખાસ સાગરિત ઝડપાયો

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

ગુજરાત ATS એ અંડરવલ્ડ ડોન દાઉદનાં સાથીની ધરપકડ કરી છે.વર્ષ 1997 માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનાં કાર્યક્રમ દરમ્યાન હુમલા કરવાની યોજનામાં હથિયારો અને વિસ્ફોટ મોકલવાનું કામ કરનાર શખ્સ 24 વર્ષ પછી ઝારખંડનાં જમશેદપુરથી ઝડપાયો.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના વર્ષો  જુના કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી ધરપકડ કરી છે.ડિસેમ્બર 1996માં ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા ત્યારથી આતંકી અબ્દુલ મજીદ બેંગકોક અને ત્યાંથી પટના આવી મોહમદ કમાલ નામનો ખોટો પાસપોર્ટ બનાવી મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો.ગુજરાત પોલીસે  તે સમયે અજમેરનાં પઠાણ મહોમદ ફઝલ, મુંબઈનાં કુરેશી અનવર અને કુરેશી સકીલની ધરપકડ કરી હતી જેઓ આ કેસમાં આજીવન કેદની સજા પણ ભોગવી રહ્યા છે.

ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી આ કેસમાં સંડોવાયેલો અબ્દુલ મજીદ મહંમદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે જેના આધારે ટીમે તેના ઘરની બહારથી જ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે આ કેસમાં સંડોવાયેલો હોવાનું કબુલ્યુ હતુ તેમજ દાઉદ ઇબ્રાહિમ, અનિશ ઇબ્રાહિમ, છોટા રાજન, અબુ સાલેમ, છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો અને અનેક વખત જેતે સમયે આ દેશના  દુશમન સાથે મુલાકાત પણ કરી ચુક્યો છે ત્યારે વર્ષ 2000 માં આરોપી મજીદએ દાઉદ ઇબ્રાહિમ સાથે વાત પણ કરી હતી. વર્ષ 1996 અબુ સાલેમ સાથે દુબઇ હતો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘુસાડ્યા હતા.જે કેસનો મુખ્ય સૂત્રધાર હતો.

ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ અંડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેગકોક જતો રહ્યો હતો. 1999 સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઈ હતી બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો.જમશેદપુરના રહેવાસી મહંમદ ઇનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો.આ માહિતી ગુજરાત એટીએસ ને મળી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ છેલા ચાર વર્ષથી આ આરોપી પર બાઝ નજર રાખી બેઠી હતી એટલે કે છેલ્લાં ચાર વર્ષથી દેશના  દુશ્મન મજીદ એટીએસના સર્વેલન્સમાં હતી ત્યારે હાલ એટીએસ દાઉદ સાથેના કનેક્શન અને હાલની ભારતમાં આતંકી ગતિવિધિ પર પૂછપરછ અને તપાસ કરી રહી છે.ગુજરાત એટીએસ એ આરોપી આતંકી પાસેથી તેનો નકલી પાસપોર્ટ પણ કબ્જે કર્યો છે અને વધુ પુછપરછમાં હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…