Not Set/ ગાંધીનગર : ઉત્તરવહી તપાસવામાં ભૂલ મામલે, શિક્ષણ બોર્ડ દ્વારા બેઠક, શિક્ષકો જવાબ રજૂ કરવા હાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો 12 સાયન્સ અને કોમર્સની ઉત્તરવહી તપાસવામાં,  જે શિક્ષકો એ ભૂલ કરી હોય તેવા રાજ્યના આશરે 7 હજાર શિક્ષકોને પોતાનો જવાબ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને પોતાની ભૂલ સુધારવાનો અવસર આપવામાં આવ્યો હતો. અને આ નિર્ણયને શિક્ષકોએ પણ વધાવી લીધો હતો. ગુજરાત માધ્યમિક […]

Top Stories Gujarat
જીએનઆર 1 ગાંધીનગર : ઉત્તરવહી તપાસવામાં ભૂલ મામલે, શિક્ષણ બોર્ડ દ્વારા બેઠક, શિક્ષકો જવાબ રજૂ કરવા હાજર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો 12 સાયન્સ અને કોમર્સની ઉત્તરવહી તપાસવામાં,  જે શિક્ષકો એ ભૂલ કરી હોય તેવા રાજ્યના આશરે 7 હજાર શિક્ષકોને પોતાનો જવાબ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકોને પોતાની ભૂલ સુધારવાનો અવસર આપવામાં આવ્યો હતો. અને આ નિર્ણયને શિક્ષકોએ પણ વધાવી લીધો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો 12 સાયન્સ અને કોમર્સ ની ઉત્તરવહી તપાસવા માં જે શિક્ષકો એ ભૂલ કરી હોય તેવા રાજ્ય ના આશરે 7000 શિક્ષકો ને આજે પોતાનોજવાબ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા.

gnr ગાંધીનગર : ઉત્તરવહી તપાસવામાં ભૂલ મામલે, શિક્ષણ બોર્ડ દ્વારા બેઠક, શિક્ષકો જવાબ રજૂ કરવા હાજર

આ મુદ્દે શિક્ષણ નાયબ નિયામક મહેતા એ જણાવ્યું હતું કે, આ શિક્ષકો ને બોર્ડ દ્વારા નક્કી કર્યા મુજબ જે વિષય ની ઉત્તરવહી માં  ધારોકે 1 ભૂલ હોય તો 100 રૂ. દંડ અને માફી પત્ર લખવું પડશે.

આજે જે શિક્ષકો ને બોલાવ્યા હતા તેમાંથી મોટા ભાગ ના લોકો બોર્ડ સાથે સહમત હતા. એક શિક્ષકે મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ નિર્ણય સારો છે. જેનાથી શિક્ષકો ને પોતાનું પ્રાયશ્ચિત કરવાનો મોકો મળશે. અને બીજી વાર પોતાનું કામ વધુ સારું કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.