Not Set/ ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતાનાં પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર

રાજ્યનાં પાટનગર ગાંધીનગરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતાનાં પુત્રનો મૃતદેહ મળ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ મૃતદેહ જાસપુર કેનાલનાં સાયફનમાંથી મળ્યો હોવાનુ સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર ગુમ થયા તે પહેલા શખ્સે પિતરાઇ ભાઇને ફોન કર્યો હતો. જે પથી તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. ફાયર વિભાગે શોધખોળ હાથ ધરતા […]

Gujarat
gmc leader son dead ગાંધીનગર : મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતાનાં પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર

રાજ્યનાં પાટનગર ગાંધીનગરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતાનાં પુત્રનો મૃતદેહ મળ્યો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ મૃતદેહ જાસપુર કેનાલનાં સાયફનમાંથી મળ્યો હોવાનુ સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર ગુમ થયા તે પહેલા શખ્સે પિતરાઇ ભાઇને ફોન કર્યો હતો. જે પથી તેનો સંપર્ક થઇ શક્યો નહોતો. ફાયર વિભાગે શોધખોળ હાથ ધરતા આ મૃતદેહ મળી આવ્યો હતો.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષનાં નેતાનાં પુત્ર(જયરાજસિંહ બિહોલા) નો મૃતદેહ મળી આવતા ઘણા બધા સવાલો ઉભા થયા છે. સુત્રો જણાવી રહ્યા છે કે જયરાજસિંહે આ પહેલા તેના પિતરાઇ ભાઇને ફોન કરી કહ્યુ હતુ કે, જો છેલ્લી વખત મારો ચહેરો જોવો હોય તો જલ્દી આવી જાઓ. આ સમાચાર સાંભળ્યા બાદ સમગ્ર પરિવાર દોડતો થયો હતો. જો કે તેને તે પછી ઘણી વખત ફોન કરવામાં આવ્યો પરંતુ તેનો ફોન લાગ્યો નહી અને તે ગુમ થઇ ગયો હતો.

આ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઉપરાંત કેનાલ પાસેથી ફાયર વિભાગને કોઇ બાઇક મળી આવ્યુ છે. જયરાજસિંહની સોમવારથી શોધખોળ ચાલી રહી હતી. અંતે સામે આવ્યુ કે તેમનો મૃતદેહ જાસપુર કેનાલનાં સાયફનમાંથી મળી આવ્યો. જ્યા મૃતદેહ મળી આવ્યો ત્યાથી પર્સ અને ચપ્પલ મળી આવ્યા બાદ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે આ જયરાજ સિંહની જ વસ્તુઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.