ગણેશ ફેસ્ટિવલ/ જુનાગઢમાં ગણેશ ઉત્સવમાં કોમી એકતા, ખુદાની બંદગી સાથે ગણેશની ભક્તિ

ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે જુનાગઢમાં એક મુસ્લિમ યુવાન ગણપતિની ઉપાસના કરતો જોવા મળ્યો છે. આવો મળીએ ગણપતિની આરાધના કરતા મુસ્લિમ યુવાનને….

Gujarat Vadodara
ગણેશ ઉત્સવ

ના હિન્દુ ના મુસલમાન બસ બન કે રહેતા હું મે ઇન્સાન, કોઈએ લખેલા આ શબ્દ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા શબ્બીર ચોરવાડા ઉપર બંધ બેસે છે.જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહેતા શબ્બીર ચોરવાડા પોતે મુસ્લિમ છે અને તે સારા લોકગાયક પણ છે પરંતુ છેલ્લા 2013થી હિન્દુની ગીચ વસ્તી ધરાવતા એવા મધુરમ વિસ્તારમાં આ એક જ મુસ્લિમ પરિવાર છે અને 2013થી તેઓ ગણેશ ઉત્સવ ની ધૂમધામપૂર્વક ઉજવણી પણ કરે છે.

આટલું જ નહીં પરંતુ તેઓ નવરાત્રીમાં માતાજીની આરાધના પણ કરે છે અને સાથે સાથે ખુદાની બંદગી કરતા પણ તેઓ નજરે પડે છે. ગણેશ ઉત્સવ દરમિયાન તેઓ પોતાની નમાજ અદા કરવાનો ચૂકતા નથી અને ગણેશજીના પંડાલમાં જ તે પોતાની નમાઝ અદા કરતા જોવા મળે છે.

અ 3 3 જુનાગઢમાં ગણેશ ઉત્સવમાં કોમી એકતા, ખુદાની બંદગી સાથે ગણેશની ભક્તિ

મધુરમ વિસ્તારમા રહેતા આ શબ્બીર ચોરવાડાના પરિવારને હિન્દુ લોકોએ ખૂબ જ પ્રેમથી અપનાવીને તેમની સાથે રહે છે અને સમગ્ર એક જ પરિવારના સભ્યો હોય તેમ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક તહેવાર અને પર્વની ઉજવણી કરે છે.

ગણપતિની ઉપાસનાની સાથે સાથે મહોત્સવ દરમિયાન સત્યનારાયણની કથા બટુક ભોજન સહિતના વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવે છે આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તારમાં અને ખાસ કરીને આ એપાર્ટમેન્ટમાં ગણપતિ ઉત્સવ ની શરૂઆત આ મુસ્લિમ યુવાન શબ્બીર ચોરવાડા એ કરી છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં રખડતા ઢોરે બાઈકસવારને લીધો અડફેટે, પાછળથી એસટી બસ યુવક પર

આ પણ વાંચો:નવરાત્રીને લઈને ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, સાંભળીને તમને આનંદ થશે.

આ પણ વાંચો:ભારતમાં સર્વાઇકલ કેન્સરની પ્રથમ સ્વદેશી રસી લોન્ચ, જાણો બજારમાં ક્યારે આવશે